સુરત શહેરમાં હવે દિનપ્રતિદિન ક્રાઈમ તરફ આગળ વધી રહ્યું છે. સામાન્ય માણસથી લઈ બિલ્ડર કક્ષાના વ્યક્તિ માટે જીવવું હરામ થઇ ગયું છે. સુરત શહેરમાં કાયદેસર જમીન કે ફ્લેટ પચાવી પાડવા માટે એક ચોક્કસ ગેંગ સક્રિય થઈ છે. આ ગેંગ દ્વારા બિલ્ડરના કાયદેસર પ્લોટ પર કબજો સહિત બિલ્ડરે બનાવેલા ફ્લેટમાં મકાનો પર જબરદસ્તી કબજો કરવામાં આવી રહ્યો છે.
આવી જ એક ઘટના તાજેતરમાં પ્રકાશમાં આવી છે. જેમા સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા એક બિલ્ડરને આવી એક ગેગનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગેંગ દ્વારા બે ડઝન કરતા વધુ ફ્લેટ સહિત જમીન પચાવીને બિલ્ડર સમક્ષ ખોટી ફરિયાદ કરીને જેલના હવાલે કરી દીધો હતો.
જો કે આ બિલ્ડરે પોતાની પ્રોપટીને આ ગેંગના સકંજામાંથી છોડાવવા માટે હાઇકોર્ટેમાં અરજી કરી હતી. હાઇકોર્ટે બિલ્ડરની તરફેણમા ચુકાદો આપ્યો હતો, તેમ છતાંય આ ગેંગ બિલ્ડરના ઘરે પહોંચીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહી છે. જેથી બિલ્ડરે કંટાળીને અંતે ગુજરાત સરકારના દરવાજા ખખડાવીને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. જો કે મુખ્યમંત્રીએ આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.
મહત્વની વાત છે કે, મુખ્યમંત્રી કક્ષાએથી સૂચના હોવા છતાંય સ્થાનિક તંત્ર દ્વારા બિલ્ડરના ન્યાય માટે હજુ સુધી પગલાં ન ભરાતા બિલ્ડર પોતાનું કામકાજ છોડીને ગાંધીનગર સચિવાલયના આંટાફેરા કરતા જોવા મળી રહ્યા છે.