અમદાવાદ શહેરમાં એન્સફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મોટી કાર્યવાહી કરી છે. ટીપી ગ્લોબલ એફએક્સ દ્વારા ગેરકાયદેસર રીતે ફોરેક્સ ટ્રેડિંગ કરાયું હતુ, જેમાં ઇડી દ્વારા PMLA, 2002ની જોગવાઈ હેઠળ દરોડા કરવામાં આવ્યાં હતા. જ્યાં દરોડા પડ્યાં છે ત્યાથી વિવાદીત દસ્તાવેજો, 1.36 કરોડ રૂપિયાની રોકડ, 1.2 કિલો સોનું (અંદાજે રૂ.71 લાખનું સોનું), હ્યુન્ડાઇ અલ્કાઝાર અને મર્સિડીઝ જીએલએસ 350ડી (અંદાજે રૂ. 89 લાખની કિંમતની કાર) સહિતની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.
ED has conducted search operations in Ahmedabad under the provisions of PMLA, 2002 in case of illegal Forex Trading by TP Global FX. During the search, various incriminating documents, cash amounting to Rs 1.36 Crore, 1.2 Kg of Gold (Approx Rs 71 Lakh), two Luxury Vehicle namely… pic.twitter.com/QQFczwKvJ9
— ED (@dir_ed) September 19, 2023
આ કેસમાં કરોડો રૂપિયાનું મોટું કૌભાંડ ઉજાગર થયું છે, ગેરકાયદેસર રીતે ફોરેક્સ ટ્રેડિંગ થઇ રહ્યું હતુ, જેની માહિતી ઇડીને મળતા આરોપીઓ પર નજર રાખવામાં આવી હતી અને હવે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. હજુ પણ આ કેસમાં મોટા માથાઓના નામ સામે આવી શકે છે.