ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગરીબ શ્રમજીવી મધ્યમ વર્ગને પોતાના ઘરનું ઘર મળે અને તેનું સપનું શહેરમાં રહેવાનું પૂર્ણ થાય તેવા શુભ આશયથી લાખો મકાનો બનાવીને અનેકના સપના પૂરા કર્યા, ત્યારે આજે પણ નવા મકાનો વન બીએચકે બનાવવા ના ચાલુ છે, ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા કામમાં ગોબાચારી અને ક્વોલીટી મેન્ટેનન્સ નહીં કરી હોવાનું સામે આવ્યું છે, ત્યારે આવા મકાનો ન્યુ વાવોલ ખાતે બનાવ્યા છે, તેમાં કામ તકલાદી થયા છે, પણ કામ બિલકુલ કંડમ હોવાનું લોકો જણાવી રહ્યા છે, ત્યારે લોકોના ઘરોમાં વરસાદી પાણી પડી રહ્યું છે ભેજ આવી રહ્યો છે, લાઈટના પ્લગહોય ત્યાં પણ ભેજ આવતા લાઈટ ચાલુ કરવી હોય ત્યારે પણ લોકોને શોર્ટ લાગવાનો ભય રહ્યો છે, અગાઉ ગુડા દ્વારા જે મકાનો રાયસણ ખાતે બનાવવામાં આવ્યા છે, ત્યાં ભેજ ઉપરાંતઘરની ટાઇલ્સો પણ નીકળી ગઈ છે અને ફરિયાદોના ઢગ ખડકાયા પછી પણ કોઈ જ રીપેરીંગનું કામ થતું નથી, અગાઉ એમ એસ કે પ્રોજેક્ટ નામની કંપનીએ કામ મળેલ જેમાં જે મકાનો બનાવ્યા હતા, રાયસણ ખાતે તે મકાનોની પાંચ વર્ષની ગેરંટી હતી, તેમાં લીકેજ પછી કોઈ પ્રશ્ન બને તો જવાબદારી કંપની અને તેના કોન્ટ્રાક્ટરની હશે, પણ જવાબદારીમાંથી કંપનીએ હાથ અધ્ધર કરી દેતા પાંચ કરોડ રૂપિયા જેટલું પેમેન્ટ ગુડાએ તેની પાસે જમા રાખ્યું હતું, ત્યારબાદ ગુડા દ્વારા દસ વર્ષમાં અનેકફરિયાદોના ઢગ ખડકાયા પણ કોઈ જ રીપેરીંગનું કામ કરેલ નહીં.
હવેન્યુ વાવોલ ખાતે હજુ હમણાં જ પઝેશન લોકોને મકાનના લીધા અને પ્રથમ વરસાદે લોકોના ઘરમાં પાણી તો આવ્યા પણ ભેજ પણ એટલો આવતા લોકો ૬ મહિનામાં તોબા પોકારી ગયા છે, ગુડાના મકાનોની ગેરંટી કોન્ટ્રાક્ટરની હોય તો કોન્ટ્રાક્ટર રીપેરીંગના બહાના બતાવી રહ્યા છે. ત્યારે દરેક ઘરોમાં ભેજ આપતો હોવાનું સામે આવ્યું છે. હજુ આવનારા દિવસોમાં ફરિયાદોના નવા ઢગ ખડકાય તેવી શક્યતા જાેવાઈ રહી છે.