સેક્ટર ૨૪ માર્ક માર્કેટમાં મહાનગરપાલિકા દ્વારા પેપર બ્લોક નાખીને સુંદર એવી શાક માર્કેટ ઉભી કરવામાં આવી છે ત્યારે આ જગ્યાએ વર્ષોથી અનેજગ્યાની બહાર પણ ૨૦ થી ૨૫ વર્ષથી લોકો ધંધો કરી રહ્યા છે, ત્યારે સેક્ટર ૨૪ ની શાક માર્કેટ માં જગ્યા માટે પડા પડી તો ખરી પણ મોટી બબાલ સામે આવી છેત્યારે અમુક મંડળીઓ એવી લે ભાગુ કંપનીઓ પોતાને હર્તા કર્તા માનતા હોય તેમ વેપારીઓ પાસેથી તગડા નાણાં લઈને અહીંયા આ જગ્યા તમને અપાવીશું તેવા અનેક આક્ષેપો સાથે ચર્ચા જાેવા મળી છે,
ગઈકાલેજે જુના વેપારીઓ હતા તેમાં અડધા ઘુસીગયા અને બીજા નવાઓએ ઘુસ મારી દીધી, તેઓ ગાઢ સજાયો છેત્યારે સેક્ટર ૨૪ ના મંદિરની પાસે ધંધો કરતા અનેક ધંધાર્થીઓ રહી ગયા હતા, ત્યારે શાકભાજી ઉપરાંત પ્લાસ્ટિક કપડાથી લઈને ખાવા પીવાની ચીજ વસ્તુઓ વેચતા અનેકના નામ જ નહીં હોવાનું પણ સામે આવ્યું છે.
બોક્સ
સેક્ટર-૨૪ ના પાથરણા વાળા વેપારીઓના નામ નહીં જગ્યામાં આવતા પોતે આ પ્રશ્નને સ્થાનિક નગર સેવક થી લઈને કમિશનર મહાનગરપાલિકાને ફરિયાદ કરે તેવી શક્યતા જણાઈ રહી છે