ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ ગણેશોત્સવની ઉજવણી ચાલી રહી છે, ત્યારે ગણેશ વિસર્જન વખતે ડૂબવાની બનતી ઘટનાઓનો સિલસિલો ચાલું થયો છે. રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં મામા-ભાણેજનું આજી ડેમમાં ડુબી જવાથી કરૂણ મોત નિપજ્યું છે. વિસર્જન દરમિયાન આજી ડેમમાં મામા-ભાણેજ ડુબી જતાં પરિવારમાં ગણેશ વિસર્જનની ખુશીઓ શોકમાં ફેરવાઈ છે.
આ ઘટના બાદ ફાયર વિભાગની ટીમે બંનેના મૃતદેહને બહાર કાઢ્યા છે. મામા રામભાઈની ઉંમર 33 વર્ષ અને ભાણેજની ઉંમર 19 વર્ષ હોવાનું જાણવા મળી રહ્યું છે. એક જ પરિવારના બે લોકોના મૃત્યુથી પરિવારમાં કલ્પાંત જોવા મળી રહ્યો છે. હાલ સોશિયલ મીડિયામાં મોતનો લાઈવ વીડિયો સામે આવ્યો છે.
આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, રાજકોટના કોઠારિયા રોડ પર આવેલી મણીનગર સોસાયટીમાંથી ગણેશ વિસર્જન માટે આજીડેમ ગયા હતાં, જ્યાં મોટી દુર્ઘટના ઘટી હતી. ગણેશ વિસર્જન કરતા સમયે મામા-ભાણેજ ડૂબી ગયા હતા. મામા રામભાઇની ઉંમર ૩૩ વર્ષ હતી, જ્યારે ભાણેજ હર્ષની ઉંમર 19 વર્ષ હતી. એક જ પરિવારના બે લોકોના મોત થતા પરિવારમાં માતમ છવાયો છે. મામા-ભાણેજના મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે.
આ ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી. જે બાદ ફાયરની ઘટના સ્થળે પહોંચી હતી અને બન્નેના મૃતદેહને બહાર કાઢ્યા હતા. એક જ પરિવારના 2ના મોતથી શોકનો માહોલ છવાયો છે. બંને યુવાનો ડૂબતા હોય તેવા લાઇવ વિડિયો આવ્યા સામે આવ્યો છે. યુવકોના પરિવારજનો બહાર ઊભા છે અને યુવાનો ડૂબી રહ્યા છે.
સમગ્ર બનાવ લાઈવ વીડિયોમાં જોઈ શકાય છે કે બ્લેક શર્ટ વાળો યુવાનને તરતા આવડતું હોવાથી તે બચી જાય છે અને આ બંને યુવાનો ડૂબી જાય છે. મામા કેતન ઉર્ફે રામભાઈને બેટરીની દુકાન છે અને ભાણેજ અભ્યાસ કરતો હતો. બંને યુવાનો પરિવારની નજર સામે ડૂબતા પરિવારમાં શોકનું મોજું ફેલાયું છે.