સ્કૂલના એક શિક્ષકે ગણિતની શિક્ષિકાને દાણા નાખ્યા, ભાવ ના આપ્યો તો બદનામ કરવા પોસ્ટર છપાવ્યા..

Spread the love

શિક્ષણ જગતને કલંકિત કરતો એક કિસ્સો સામે આવ્યો છે. ખરેખર એક શિક્ષકે હદ વટાવી છે. સ્કૂલની શિક્ષિકાઓને બદનામ કરવા માટે એવી રીત અપનાવી છે જે સાંભળીને તમે હચમચી જશો. સ્કૂલના એક શિક્ષકે ગણિતની શિક્ષિકાને દાણા નાખ્યા હતા પણ મહેસાણાની આ શિક્ષિકાએ ભાવ ન આપતાં તેના નંબર, નામ અને એડ્રેસ સાથે પોસ્ટરો બનાવી એને રૂપલલના સાબિત કરી દીધી હતી.

શિક્ષિકાના ઘરના એડ્રેસ સાથે ખરાબ શબ્દો સાથે બિભત્સ લખાણો સાથેના ગામમાં પોસ્ટરો લાગતાં શિક્ષિકાઓ હચમચી ગઈ હતી. વિજાપુર અને મહેસાણાની 2 શિક્ષિકાઓ વિશે પોસ્ટરોમાં એવા શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો કે ગામમાં હોબાળો મચી ગયો હતો. શિક્ષકે હદ ત્યાં વટાવી હતી કે, આ પોસ્ટરો બનાવવા માટે સ્કૂલના છાત્રોનો ઉપયોગ કર્યો હતો. જેઓએ પોસ્ટરો બનાવ્યાં હોવાની વાત છે. આ અંગે માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ છેલ્લા 5 વર્ષથી ચાલતું હતું અને એને અલગ અલગ શિક્ષિકાઓના પોસ્ટરો બનાવી વાયરલ કર્યા હતા અને દિવાલો પર બિભત્સ લખાણો લખ્યા હતા. આ મામલે હવે શિક્ષક કાયદાની ચુંગાલમાં ફસાયો છે.

સ્કૂલની શિક્ષિકાએ આ મામલે નોંધાવેલી ફરિયાદની વિગતો અહીં છે. અમારી શાળામાં અશોકભાઇ આત્મારામ પ્રજાપતિ રહે-દેદીયાસણ,તા. મહેસાણા નાઓ અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે છેલ્લા સાત વર્ષેથી ફરજ બજાવે છે. છેલ્લા પાંચ વર્ષથી આ અશોકભાઇ અવાર નવાર મારી સામે ખરાબ નજરથી જોતા હોવાની સાથે ઘણી વાર ખરાબ ઇશારાઓ પણ કરતા તેમજ કયારેક રસ્તામાં મારો પીછો પણ કરતા અને તેમની સાથે પ્રેમ સંબંધ રાખવા જણાવતા હતા. પરંતુ મે તેમની વાતને એવોઇડ કરેલી તેમજ છેલ્લા પાંચ વર્ષથી અમારી સ્કુલની પાણીની પરબ તથા અન્ય દિવાલો ઉપર મારા તેમજ બીજી 4 શિક્ષિકાઓના નામ સાથે અન્ય પુરુષ શિક્ષકના નામ જોડી બિભત્સ લખાણો લખવામાં આવતા હતા.

આજથી એકાદ વર્ષે પહેલાં મારા તથા સહ શિક્ષીકાના નામ સાથે સહ પુરૂષ શિક્ષકોના નામ જોડી નામજોગ પત્રીકાઓ શાળાથી જતા આવતા જાહેર રોડ ઉપર નાખવામાં આવી હતી. તેમજ આજથી એક માસ પહેલા મારા તથા અન્ય શિક્ષિકાના બિભત્સ ફોટા તેમજ લખાણવાળી પત્રિકાઓ સ્કૂલની તેમજ જાહેર સ્થળોની દિવાલો ઉપર લગાડી હતી. આ નરાધમ શિક્ષકે આટલેથી પણ ન અટકી ગામ પંચાયત તથા દૂધ મંડળીમાં ટપાલ દ્વારા મોકલી તેમજ દરેક મહિલા શિક્ષીકાના ઘરે ટપાલો મોકલી હતી.

જાહેર દિવાલો ઉપર એક ખાસ પ્રકારની સ્પ્રેથી વધુ બિભત્સ લખાણ લખી અમારી શાળાના સહ શિક્ષક અશોક પ્રજાપતિનાઓએ મારી સાથે પ્રેમ સંબંધ રાખવા માગણી કરી હતી. આ એકવાર નહીં પણ અનેકવાર થતાં સ્કૂલની શિક્ષિકાઓએ આ બાબતે તપાસ આરંભતાં સ્કૂલના છાત્રોનું આ કારસ્તાન હોવાનું બહાર આવ્યું હતું.

જોકે, અમે અહીં છાત્રોની કારકીર્દીને ધ્યાને લઈને નામો લખી રહ્યાં નથી. આ છાત્રોને નાપાસ કરવાની ધમકીઓ આપી સ્કૂલના જ શિક્ષકે સાથી મહિલા શિક્ષિકાઓને બદનામ કરવા માટે કાવતરું ઘડ્યું હતું. શિક્ષક એ બાળકોનું ભાવિ ઘડે છે. અહીં એક શિક્ષકના કાળા કરતૂતોને પગલે છેલ્લા 5 વર્ષથી સ્કૂલની શિક્ષિકાઓ ત્રાહિમામ પોકારી ગઈ હતી. આખરે એમને માણસા પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com