જીરું દરેક લોકોના રસોડામાં હોય છે. જીરું રસોઇનો સ્વાદ તો વઘારે છે અને સાથે-સાથે વજન ઉતારવા માટે પણ ફાયદાકારક છે. જીરાનું અલગ-અલગ રીતે સેવન કરવામાં આવે છે. પરંતુ વાત કરવામાં આવે તો આજકાલ બજારમાં નકલી જીરું વઘારે મળે છે. આ નકલી જીરું તમારા પેટમાં અનેક પ્રકારનું નુકસાન કરે છે. આ માટે જીરું લેતા પહેલાં ખાસ કરીને ચેક કરવું ખૂબ જરૂરી છે કે આ અસલી છે કે નકલી.
જીરું પણ અનેક રીતે મિક્સ કરેલુ બજારમાં મળે છે. આ માટે તમે જ્યારે પણ બજારમાંથી જીરું લો ત્યારે આ ટિપ્સથી જાણી લો અસલી છે કે નકલી.
તમે જ્યારે પણ બજારમાંથી જીરું લો ત્યારે ખાસ કરીને સૌથી પહેલાં એને હાથમાં મસળીને જોઇ લો. મસળવાથી તમને ખ્યાલ આવી જાય છે કે અસલી છે કે નકલી. જીરું તમે મસળો છો અને પછી કલરમાં કે સુગંધમાં કોઇ ફેરફાર થતો નથી તો સમજી લો અસલી છે. નકલી જીરામાં સુગંધ આવતી નથી અને મસળ્યા પછી થોડો કલર બદલાઇ જાય છે.
જીરું તમે પાણીમાં નાખીને ચેક કરી શકો છો. આ માટે અડધો ગ્લાસ પાણી લો અને એમાં જીરું નાખો. આ જીરાનો કલર વઘારે નહીં, પરંતુ સામાન્ય બદલાઇ જશે. નકલી જીરું હશે તો પાણી થોડુ કાળા જેવું લાગશે અને અસલી જીરાનું પાણી પીળાશ પડતુ હોય છે. આમ પાણીના કલર પરથી તમે જીરાની ઓળખ સરળતાથી કરી શકો છો.
જીરું લેતા પહેલાં હાથમાં લો ત્યારે સુંઘી લો. સુગંધ આવે છે તો સમજી લો કે આ જીરું અસલી છે અને સુગંધ આવતી નથી અને હાથમાં કંઇક અલગ લાગે છે તો સમજી લો આ નકલી હોઇ શકે છે.
આજકાલ બજારમાં નકલી જીરું વધારે મળે છે. નકલી જીરામાં ઘાસની ફૂલની મિલાવટ હોય છે. આ વસ્તુનો ઉપયોગ સાવરણી બનાવવા માટે કરવામાં આવે છે. આમ, આ ફૂલનો ઉપયોગ નકલી જીરું બનાવવા માટે પણ લોકો કરતા હોય છે. (નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. )