ગુજરાતમાં અકસ્માતના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં અકસ્માતના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બનાસકાંઠામાં અંબાજી-હડાદ રોડ પર ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં મુસાફર ભરેલી બસ પલટી મારી જતા બે ટૂકડા થયા છે. બસ પલટી જતા 40 જેટલા મુસાફરોને ગંભીર ઈજા પહોંચી છે.ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે.
આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. અત્યાર સુધી અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, આજે બનાસકાંઠામાં અંબાજી-હડાદ રોડ પર એક ગમખ્વાર અકસ્માત થયાના સમાચાર મળી રહ્યા છે. આ ઘટનામાં મુસાફર ભરેલી બસ પલટી મારી જતા બે ટૂકડા થયા છે. બસ પલટી જતા 40 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે, જેમાં બાળકો, મહિલા, પુરુષો સહિત વડીલોને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે. અત્યાર સુધી અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને ખાનગી કારમાં દવાખાને પહોંચાડ્યા છે. આ અકસ્માત સમયે સ્થિતિ એટલે હૃદયદ્વાવક હતી કે ઇજાગ્રસ્તોને 108 અને પોલીસની જીપોમાં હોસ્પિટલ ખસેડાયા હતા.