મહિલા આરક્ષણ બિલથી મહિલા અધિકારની વાત કરતી ભાજપ, નવા સંસદના વિશેષ સત્રમાં બોલીવુડ એક્ટ્રેસ ને બોલાવી શકાય, તો દેશ ના આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ કેમ નહિ? : રાજ્યસભા સાંસદ રજની પાટીલ 

Spread the love

એ.આઇ.સી સી મહામંત્રી ,રાજ્યસભા સાંસદ

શ્રીમતી રજની પાટીલ

પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી દ્વારા ૧૯૮૯ માં લાવેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૩૩% મહિલા અનામતનો વિરોધ ભાજપના નેતા અટલબિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, યશવંત સિંહા અને રામ જેઠમલાણીએ કર્યો હતો

ગુજરાત રાજ્યમાં ૧૯૮૫ થી ૨૦૧૭ સુધીની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ૯૭ મહિલા ઉમેદવાર આપ્યા જ્યારે ભાજપે ૭૬ મહિલા ઉમેદવારો આપ્યા

મહિલા આરક્ષણ બિલમાં એસ.સી, એસ.ટી અને ઓબીસી મહિલાના આરક્ષણની જોગવાઇ થાય તેવી માંગ : પાટીલે પ્રધાનમંત્રીના પ્રેસ કોન્ફરન્સની માંગ કરી

અમદાવાદ

રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ ને સંબોધતાં શ્રીમતી રજની પાટીલ સંસદ રાજ્યસભા મહામંત્રી એ.આઇ.સી સી એ ભાજપ ની કથની અને કરની ઉપર સવાલ ઉપાડ્યા હતા. શ્રીમતી રજની પાટીલ એ કેન્દ્ર ની ભાજપ સરકાર ઉપર સવાલ કર્યો હતો કે સંસદ ના નવા સદન ના વિશેષ સત્ર દરમિયાન મહિલા આરક્ષણ બિલ ના પ્રચાર માટે મુંબઈ થી એક્ટ્રેસ ને બોલાવી શકાય, તો દેશ ના આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ ને કેમ નહિ? મહિલા આરક્ષણ બિલ ને ચૂંટણીલક્ષી જુમલો ગણાવતા, ૨૦૨૯ માં આરક્ષણ લાગુ થશે કે નહીં તેવી શંકા વ્યકત કરી હતી. ઈતિહાસને યાદ કરતા શ્રીમતી રજની પાટીલ એ જણાવ્યું હતું કે જ્યારે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી દ્વારા ૧૯૮૯ માં પ્રથમ વખત સ્થાનિક સ્વરાજ માં ૩૩% મહિલા અનામત નું બિલ રજૂ કર્યું હતું ત્યારે ભાજપ ના દિગ્ગજ નેતા ગણાય તેવા શ્રી અટલબિહારી વાજપેયી, શ્રી લાલકૃષ્ણ અડવાણી, શ્રી યશવંત સિંહા અને રામ જેઠમલાણી જેવા નેતાઓ એ વિરોધ કર્યો હતો જેના લીધે સાત મતો થી બિલ નિષ્ફળ ગયું હતું. છતાં દ્રઢ અભિગમ થી પૂર્વ પ્રધાનમંત્રી નરસિંહમા રાવ ના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ સરકાર દ્વારા મહિલાઓ ને પંચાયત અને નગરપાલિકાઓમાં ૩૩% અનામત નું બિલ પસાર કરવા માં આવ્યું હતું તે બાદ સ્થાનિક સ્વરાજ માં મહિલા આરક્ષણ તે કાયદો બની ગયો છે. કોંગ્રેસ ના દીર્ઘદ્રષ્ટિ ના નિર્ણય થી આજે ૧૫ લાખ મહિલાઓ સ્થાનિક સ્વરાજ ની સંસ્થાઓ માં નેતૃત્વ કરી રહી છે. પૂર્વ પ્રધાનમંત્રીશ્રી મનમોહનસિંહ ના નેતૃત્વ ની યુ.પી.એ સરકાર દ્વારા મહિલા આરક્ષણ બિલ ને રાજ્યસભા માં મંજૂર કરવા માં આવ્યું. છેલ્લા નવ વર્ષ ના ભાજપ શાસન માં કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી દ્વારા ૨૦૧૬ અને ૨૦૧૭ માં પ્રધાનમંત્રી ને પત્ર લખી ને મહિલા આરક્ષણ બિલ ને મૂકવા ની માંગ કરી હતી. વર્ષ ૨૦૧૮ માં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી દ્વારા પ્રધાનમંત્રી ને પત્ર લખી ને મહિલા આરક્ષણ બિલ ની માંગ કરવા માં આવી હતી તથા મહિલા આરક્ષણ મુદ્દે બિનશરતી ટેકો જાહેર કર્યો હતો. છેલ્લા સાડા નવ વર્ષ થી લોકસભામાં બહુમતી હોવા છતાં ભાજપ સરકાર ને મહિલા આરક્ષણ બિલ કેમ યાદ ના આવ્યું તે સવાલ ઊભો થાય છે. મહિલા આરક્ષણ બિલ લાવતી વખતે સામાજિક આર્થિક અને જ્ઞાતિ આધારિત જનગણના અને સીમાંકન ની શરતો શું કામ મૂકવા માં આવી છે. યૂ. પી.એ ના શાસન માં ૨૦૧૧-૨૦૧૨ ના સેન્સસ માં આંકડા સરકાર જાહેર કરે તે હિસાબે મહિલાઓ ને તેમનો અધિકાર આપે તેવી કોંગ્રેસ માંગ છે.   મહિલા આરક્ષણ બિલ માં એસ.સી, એસ.ટી અને ઓ.બી.સી ની મહિલાઓ ને તેમની વસ્તી મુજબ આરક્ષણ નો અધિકાર મળે તેવી કોંગ્રેસ માંગ કરે છે. ભાજપ નું નેતૃત્વ મહિલા સશક્તિકરણ ની ખોખલી વાતો કરે છે , જ્યારે મહિલાઓ ને જરૂર હોય ત્યારે ચૂપ હોય છે. દેશ ની મહિલા પહેલવાનો ન્યાય માંગી રહ્યા ત્યારે પ્રધાનમંત્રી-ભાજપ સાંસદો ચૂપ કેમ?. કઠુવા, ઉન્નાઓ, હથરસ કે બિલ્કિસ ની ઘટના ઉપર પ્રધાનમંત્રી-ભાજપના સાંસદો ચૂપ કેમ?

પત્રકાર મિત્ર ના કોંગ્રેસ માં મહિલાઓ ના પ્રતિનિધિત્વ ઉપર સવાલ ના જવાબ માં શ્રીમતી રજની પાટીલ એ જણાવ્યું હતું કે ૧૯૮૫ થી ૨૦૧૭ સુધી માં ગુજરાત માં કોંગ્રેસ એ ૯૭ મહિલા ઉમેદવાર આપ્યા જ્યારે ભાજપ એ ૭૬ ઉમેદવાર જે દર્શાવે છે કોંગ્રેસ ની મહિલાઓ પ્રત્યે ની સંવેદનશીલતા અને તેમના હક્ક અધિકારો ની ચિંતા. આવતીકાલ ના પ્રધાનમંત્રી ના ગુજરાત પ્રવાસ ઉપર ના સવાલ ના જવાબ માં શ્રીમતી પાટીલ એ પ્રધાનમંત્રીના પ્રેસ કોન્ફરન્સ ની માંગ કરી અને ગુજરાત માં મહિલાઓ ઉપર વધતા અપરાધો ઉપર સવાલ ઉપડ્યા હતા.પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ જેનીબેન ઠુમ્મર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયા, અમદાવાદ શહેર કાર્યકારી પ્રમુખ કામિનીબેન સોની ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com