ગુજરાતનું કહેવાતું gj-૧૮ ખાતે જેમની વસ્તીની સંખ્યા વધુ છે, તેમને સકોરું પણ નહીં ત્યારે ૩૫ વર્ષથી જેમની જગ્યાની માંગ છે, તે વણકર સમાજની અનેક રજૂઆતોના પોટલા અને ફાઈલો સચિવાલયમાં ધૂળ ખાઈ રહી છે, ત્યારે આંગળીના વેઢે ગણાય તેવા ટ્રસ્ટોને તથા તેમની સંખ્યા જાેવા જઈએ તો ખૂબ જ ઓછી હોવા છતાં તમામને પ્લોટ મળેલા છે, ત્યારે ૩૫ વર્ષથી ઝઝુમતા વણકર સમાજને અનેક લોલીપોપ આપવામાં આવી છે, ત્યારે gj -૧૮ શહેરમાં એક ટ્રસ્ટની જમીન જે ૧૯૮૧ ની સાલમાં સરકાર પાસે સંસ્કૃત પાઠશાળા બનાવવા માટે માંગ કરી હતી, અને જેથી ૬૦૦ મીટર ટ્રસ્ટને અને બીજી ૧૦૦ મીટર હનુમાનજી મંદિરની જગ્યા ને મળી હતી, ત્યારે કોઈ કારણસર ટ્રસ્ટે પૈસા ન ભરતા ખાલસા થઈ ગયું હોવાનું પણ સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થયેલ છે, ત્યારે ખાલસા અને બિન વિવાદી લફરાવાળી જમીન આખરે એક નામાંકિત સે-૧૨ના ટ્રસ્ટને આપવામાં આવી એવી પણ માહિતી મળેલ છે, અને સેક્ટર-૧૭ નું ટ્રસ્ટ સેક્ટર ૧૨ માં જાેઈન્ટ બેંચર થઈ ગયું હોય તેવું પણ માહિતી પ્રાપ્ત થઈ છે, અગાઉ સેક્ટર-૧૭ ના ટ્રસ્ટમાં બધા જ હોદ્દેદારો મોટાભાગના દેવ થઈ ગયા છે, ત્યારે એક જ હોદ્દેદારે વહીવટ કરી લીધો હોવાનું પણ ચર્ચા રહ્યું છે બાકી આ હોદ્દેદાર પોતે કહે છે કે હું તો સેવા કરું છું અને સેવા માટે આપ્યું છું અને આ જાે કામ થઈ જાય તો ૫૧ હજાર દાન પણ સેક્ટર ૧૨ ના ટ્રસ્ટને કરીશ ત્યારે ભાઈ આરતી થી લઈને અનેક નાણાંની ગફ્લેબાજી કરીને ચીંડીચોર એવા સેવા કરવા નીકળ્યા જેવું ઘાટ સર્જાયો છે.
ખાલસા બિનવિવાદી લફરા વાળી જમીન ફાઈલ પાસ કરાવવા ભાજપના હોદ્દેદારોને ભલામણ કરવા પણ નગરસેવક દોડી રહ્યા છે, ત્યારે ૬૦૦ મીટર ની જગ્યા અને તેમાં ૧૦૦ મીટરની મંદીરની જગ્યા ની અત્યારે જાે કિંમત આંકવામાં આવે તો કરોડોમાં થાય તેમ છે, અને જગ્યા હાલ સોનાની લગડી કહેવાય, ત્યારે જાે આ જગ્યાનું સેટિંગ ડોટ કોમ થઈ જાય અને મંજૂરી મળી જાય તો અનેક ફાઈલો લાઇનમાં ઊભી છે, ત્યારે આ જગ્યા જુઓ ખાલસા થયેલી હોય કે ટ્રસ્ટને જે તે વખતે આપી દીધેલી હોય તો આ ટ્રસ્ટ હવે ચલાવવા નથી માંગતા તો પછી પડતર જેમની માંગ છે, તેવા વણકર સમાજને આપવામાં વાંધો શું છે? વણકર સમાજ થી સૌથી વધારે વસ્તી ગાંધીનગર શહેરમાં છે, ત્યારે ગણ્યા ગાંઠ્યા સમાજને જાે જગ્યા મળી હોય તો આ સમાજને વિચલિત કઈ રીતે કરી શકાય? જેથી સરકાર અત્યાર સુધી કેહતી કે જગ્યા નથી તો જે જગ્યા વર્ષો પહેલા આપી હતી, અને આ જગ્યા બીજું ટ્રસ્ટ લેવા જે મથી રહ્યું છે, તેમની પાસે ઘણી જગ્યા છે, તો પછી વણકર સમાજને ચાન્સ કેમ નહીં? વણકર સમાજ પણ જે નાણાં જંત્રીના બજાર મુજબ ભરવાના આવશે તો ગમે ત્યાંથી દાન ભેગું કરીને લઈને ભરી દેશે જેથી જેમની માંગ પડતર છે, તેમને આ સંદર્ભે ચાન્સ આપવો જાેઈએ તેવી પણ માંગ વણકર સમાજમાં ઉઠવા પામી છે.
શહેરના કોઈપણ વિસ્તાર હોય તો ૯૦ ચોરસ મીટર મકાન પ્લોટ હાલ ૧ કરોડથી વધારે ભાવ બોલાય છે, ત્યારે હવે સરકાર દ્વારા નવા પ્લોટો ફાળવવાનું ઘણા વર્ષોથી બંધ છે, ત્યારે ઘણી સંસ્થાઓએ અગાઉ પ્લોટો માંગ્યા હોય અને નાણાં ન ભર્યા હોય ,ખાલસા થઈ ગયેલ હોય ,બિન વિવાદી પ્લોટો હોય તે પ્લોટો ,જે લફરાવાળા છે,તેને પપલા કઈ રીતે બનાવવા તે માટે આવા અનેક પ્લોટોની શોધખોળ કરીને અનેક લોકોએ આ ધંધામાં ઝંપલાવ્યું છે, ત્યારે માર્ગ અને મકાન વિભાગથી લઈને, શહેરી વિકાસમાં પણ ફાઇલો ચાલુ કરી દીધી છે, ત્યારે નવા જંત્રી મુજબ રકમ ભરે તો પણ માલામાલ થઈ જાય, ત્યારે ઘણી સંસ્થાઓ ,ટ્રસ્ટોમાં તો મોટાભાગના સભ્યો ,હોદ્દેદારો ગુજરી ગયા હોવાથી નવા અંડાગંડા કરીને એક ચેનલ મોટી બિનવિવાદી લફરાવાળી જમીનો લેવા ચાલી રહી છે. જેમાં અગાઉ જે સંસ્થાઓને મળેલ હોય તે પાછી સેવાની વાતો કરે છે કે મેં તો વિના મૂલ્ય જાે થઈ જાય તો દાન કરીશ ,ત્યારે કોઈ જગ્યાએ દાન તો નહીં, પણ હોય તે પણ વીણી ગયા હોય તો દાનેશ્વરી કર્ણ બનવા નીકળ્યા હોય તો ગળે કોઈને વાત ઉતરે ખરી? ત્યારે મોટા ટ્રસ્ટો પોતે આવી જગ્યાઓ મળી હોય તેમાં બાપા…બાપા…કરીને રહેવાનું કામ કરવાનું છે ,તેમ કહીને પટપટાવા સરકારને નીકળ્યા છે ,ત્યારે જાે આવી કોઈ પણ જગ્યા મંજૂર થાય અને નવા જંત્રી મુજબ આપવામાં સરકાર હકારાત્મક નિર્દેશ આપે તો લાઈનો લાગશે ,તેમાં કોઈ શંકાને સ્થાન નહીં ,અત્યારે લફરાવાળી જમીનોનો ડેટા અનેક સંસ્થાઓ અને નેતાઓ જેમનો ડોળો જે જગ્યા પર છે ,તે ર્નિણય કોઈનો આવી જાય તો ગલકું નાખી દઈએ, બાકી મોટી સંસ્થાઓ હવે નાની સંસ્થાઓ પાસે પડેલી જમીન ગળવા અંડાઞંડા શરૂ કરી દીધા છે. ત્યારે હવે ફક્ત અને ફક્ત ૩૦ થી ૩૫ વર્ષ પહેલાંના જુના કાગળ ઉપર લાકડા તલવાર ચલાવીને કેમ સરકારને ઉન્ઠા ભણાવવા તેની ભેજા બાજાે સાથે ભેજા દોડાવી રહ્યા છે, ત્યારે જાેવા જઈએ તો જૂના મડદા ઉખેડવાની વાત કહેવાય, બાકી અનેક સંસ્થાઓ જેવી કે વણકર સમાજ આજે ૩૦ વર્ષથી પ્લોટની માંગણી કરી રહી છે ,તે હાલ જાેવા જઈએ તો ટોપ પ્રાયોરિટી ઉપર છે ,પણ તો પણ મળતી નથી, ત્યારે હવે લફરાવાળી જમીન, પ્લોટોમાં અનેક લોકોનો ડોળો જાેવા મળી રહ્યો છે.