સ્વચ્છતા હી સેવા અભિયાન ૨૦૨૩ : પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે રાજ્યભરમાં “એક તારીખ, એક કલાક” મંત્ર સાથે સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમો યોજાશે :ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલ

Spread the love

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ઘાટલોડિયા ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો સહિત જન પ્રતિનિધિઓ વિવિધ સ્થળો એ એક કલાક માટે શ્રમદાન કરશે

શ્રમદાન કાર્યક્રમમાં ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી’ અને ‘ઝીરો વેસ્ટ’ પહેલને પ્રોત્સાહિત કરાશે

અમદાવાદ જિલ્લાના તમામ ગામો અને શહેરોમાં પહેલી ઓક્ટોબરે ”એક તારીખ, એક કલાક” સુત્ર સાથે મહા શ્રમદાનનું આયોજન

માંડલ તાલુકામાં ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૩’ કાર્યક્રમ અંતર્ગત ૧ ઓક્ટોબરે ‘એક તારીખ, એક કલાક’ સૂત્ર સાથે મહાશ્રમદાન કાર્યક્રમ યોજાશે

ગાંધીનગર

સમગ્ર દેશમાં ૧લી ઓક્ટોબરે સવારના ૧૦ થી ૧૧ એક કલાકના સમયગાળા દરમિયાન સ્વચ્છતા ક્ષેત્રે નવો ઇતિહાસ રચાશે. ગુજરાત રાજ્ય પણ આ ઐતિહાસિક કલાકમાં હરહંમેશની જેમ પોતાનો સિંહફાળો આપશે, તેમ ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આરંભેલા સ્વચ્છ ભારત મિશનની જનભાગીદારી થકી ઐતિહાસિક ઉજવણી કરાશે. રાજ્યના દરેક શહેર અને ગામડાઓમાં નિત્ય સ્વચ્છતાની ગુંજ ફેલાવવા રાજ્યભરમાં ૧લી ઓક્ટોબરે “એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે મહાશ્રમદાન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં રાષ્ટ્રીય સ્તરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સહિતના જનપ્રતિનિધિ ઓ અને રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના ધાટલોડિયા ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો એક કલાક માટે શ્રમદાન કરશે. સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ હેઠળ રાજ્યના તમામ ગામડાઓમાં પણ વિવિધ પદાધિકારીઓની આગેવાની હેઠણ મહત્તમ લોક ભાગીદારી સાથે મહાશ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રમદાનનાં અંતમાં એકત્રિત થયેલા કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે સેગ્રીગેશન શેડ, MRF જેવા યોગ્ય સ્થળ સુધી પહોંચાડવા માટે પણ પૂર્વ આયોજન કરાયું છે. આ સંપૂર્ણ શ્રમદાન ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી’ અને ‘ઝીરો વેસ્ટ’ પહેલને પ્રોત્સાહિત કરશે. શ્રમદાન માટે સ્વચ્છતા હી સેવા પોર્ટલ પર રાજ્યભરમાં ૩૦,૦૦૦ જેટલા કાર્યક્રમોની નોંધણી થઈ છે, જેમાં આશરે ૨૫ લાખ જેટલા લોકો એક સાથે જોડાઈને એ સાથે શ્રમદાન કરશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.પટેલે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીની જન્મજયંતિને સ્વચ્છતાના જન આંદોલન થકી ઉજવવા સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અને શહેરી દ્વારા સંયુક્ત રીતે ૧૫મી સપ્ટેમ્બરથી ૧૫મી ઑક્ટોબર દરમિયાન “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ૨૯ સપ્ટેમ્બર સુધીમાં કુલ ૧.૨૪ લાખ જેટલી પ્રવૃત્તિઓ પૂર્ણ કરવામાં આવી છે, જેમાં આશરે ૨.૫૪ કરોડ ગ્રામજનોએ ભાગ લીધો છે. આશરે એક લાખથી વધુ સંખીમંડળના ૮.૨૪ લાખ સભ્યોએ આજ સુધીમાં ૨૦.૮૭ લાખ કલાકનું શ્રમદાન કર્યુ છે.

આ ઉપરાંત સ્વચ્છતા હી સેવા ઝુંબેશ હેઠળ રાજ્યના અંદાજીત ૧૧,૦૦૦ ‘’બ્લેક સ્પોટ’’ ખાતે વ્યાપક સફાઈ હાથ ધરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસન દિવસના રોજ પણ રાજ્યના ૧૪ મુખ્ય પ્રવાસન સ્થળોએ સાફસફાઈ કરી, “Travel Life“ અભિયાન કાર્યરત કરવામાં આવ્યું હતું, જેમાં ૨૦૦૦થી વધુ ગ્રામજનો ભાગીદાર બન્યા હતા. સ્વચ્છતા કામદારો અને સફાઇ મિત્રોની સુખાકારી નક્કી કરવા માટે ૮૦૦૦થી વધુ આરોગ્ય તપાસ તથા શિબિરોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત શાળા-કોલેજોના ૧૦.૪૪ લાખથી વધુ વિધાર્થીઓની ઉત્સાહભેર ભાગીદારી જોવા મળી છે.મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલે પણ “સ્વચ્છતા હી સેવા ૨૦૨૩” અભિયાન અંતર્ગત પ્રેરણારૂપી સંદેશ પાઠવી, સ્વચ્છતા અંગેની ઝુંબેશમાં સક્રિય થઈ સહયોગ આપવા તેમજ સ્વચ્છ, સ્વસ્થ અને નિર્મળ ગુજરાતના નિર્માણ માટે સમગ્ર રાજ્યના નાગરીકોને આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા આહવાન કર્યું હતું.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને પગલે બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે. ત્યારે આ દેશવ્યાપી અભિયાન અંતર્ગત ૧૫મી સપ્ટેમ્બરથી ૧૫મી ઓક્ટોબર ૨૦૨૩ સુધી “સ્વચ્છતા હી સેવા” માસનું આયોજન કરવામાં આવ્યું છે. એક મહિના સુધી ચાલનારી ઉજવણી દરમિયાન ૧ ઓક્ટોબર ૨૦૨૩ દિવસે દેશના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ”એક તારીખ, એક કલાક”ના સૂત્ર સાથે મહાશ્રમદાનનો ઉપક્રમ યોજાશે. જેમાં સાંસદશ્રીઓ, ધારાસભ્યો, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તથા ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યશ્રીઓની આગેવાનીમાં સાર્વત્રિક સ્વચ્છતા યજ્ઞ થશે. આ અભિયાન અસરકારક રીતે યોજાય તે માટે અમદાવાદ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ તલસ્પર્શી આયોજન હાથ ધર્યું છે. જિલ્લાના તમામ ગામો અને શહેરોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની હેઠળ મહત્તમ લોકભાગીદારી થકી ગામડાઓમાં આવેલા આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, વિવિધ કચેરીઓના પ્રાંગણ ઉપરાંત જીલ્લામાં આવેલ વિવિધ પ્રવાસન સ્થળો, દરિયા કિનારા, ગૌશાળા, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થાનો સહિત જાહેર સ્થળો પર સામુહિક શ્રમદાન થકી સફાઈ કરવામાં આવશે. આ ઉપરાંત અભિયાન હેઠળ પ્રભાત ફેરી / રેલી તથા વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ, જન-જાગૃતિ અભિયાન વગેરેનું આયોજન કરવામાં આવશે. જેમાં સામાજિક અગ્રણીઓ, આરોગ્ય-શિક્ષણ સહિતના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, આંગણવાડીની બહેનો, સખીમંડળની બહેનો, સ્વછાગ્રહીઓ, તથા ગ્રામજનો કાર્યક્રમને સફળ બનાવવા માટે મોટું યોગદાન આપશે. આમ, અમદાવાદ જિલ્લામાં આ આયોજનને સફળ બનાવવા તમામ નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે.

૨જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા થકી જન આંદોલનની ઉજવણી કરવા માટે આ દિવસને ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે ૧૫ મી સપ્ટેમ્બરથી ૧૫ મી ઓક્ટોબર ૨૦૨૩ સુધી ‘સ્વચ્છતા હી સેવા’ માસનું આયોજન કરવામાં આવ્યું છે.

‘સ્વચ્છતા હી સેવા’ માસની ઉજવણી અન્વયે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૧ ઓક્ટોબર ૨૦૨૩ દિવસે દેશના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની હેઠળ મહત્તમ લોક ભાગીદારી અને ‘એક તારીખ, એક કલાક’ સૂત્ર સાથે મહા શ્રમદાન ગતિવિધિઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ હેઠળ અમદાવાદ જીલ્લાના માંડલ તાલુકાના તમામ ગામો અને શહેરોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની હેઠળ મહત્તમ લોકભાગીદારી અને ‘એક તારીખ, એક કલાક’ સૂત્ર સાથે મહા શ્રમદાન ગતિવિધિઓનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. જેમાં ગામમાં આવેલ આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, વિવિધ કચેરીઓના પ્રાંગણ અને આજુ બાજુના વિસ્તારો સહિત જીલ્લામાં આવેલ વિવિધ પ્રવાસન સ્થળો, ગૌશાળા, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો વગેરે સ્થળોએ સામુહિક શ્રમદાન થકી સફાઈ કરવામાં આવશે.ગ્રામ્ય કક્ષાએ આ કાર્યક્રમ હેઠળ પ્રભાત ફેરી / રેલી અને વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ, જન-જાગૃતિ અભિયાન વગેરેનું આયોજન કરવામાં આવશે. જેમાં ગામના સરપંચશ્રીઓ, ગામના ચૂંટાયેલ પ્રતિનિધિઓ, ગામના અગ્રણી લોકો, તલાટી-કમ-મંત્રી, શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષકગણ, શાળાના બાળકો, આરોગ્ય કર્મચારીશ્રી, આંગણવાડીની બહેનો, સખીમંડળની બહેનો, સ્વછાગ્રહી ગ્રામજનો દ્વારા સદર કાર્યક્રમને સફળ બનાવવા માટે મોટું યોગદાન આપવામાં આવશે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com