દેશમાં કોરોનાની મહામારીના કારણે અત્યારે સૌથી વધારે ઉંમરલાયક સિનિયર સિટીઝનો વધારે પ્રભાવિત થયા છે, ત્યારે સુરતમાં અને અમદાવાદમા કોરોનાની ભયંકર મહામારીમાં પણ 72 વર્ષના મુખ્યમંત્રી વિજયરૂપાણી, ડે.મુખ્યમંત્રી 66 વર્ષના હોવા છતાં બંને આજે પ્રજાના આરોગ્ય માટે અને જીવલેણ મહામારીમાં પણ દોડ લગાવી રહ્યા છે. સતત 20-20 કલાક કામ કરવા છતાં શરીરમાં બંનેને થાક નથી, અને યુવાનોને પણ શરમાવે તેમ કોરોનાનો દર ન હોય તેમ દોડી રહ્યા છે, ત્યારે અમદાવાદ, સુરત, રાજકોટ બાદ હવે જામનગર ખાતે સમક્ષા કરવા દોડી રહ્યા છે.
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ જે રીતે વધી રહ્યું છે તે રીતે પણ મારી પર એકશ મેળવવા રાજય સરકારે સક્રિય પ્રયનો મંથ ધર્યા છે. આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી કોરૌનાની સમીક્ષા કરવા માટે ભાવનગર અને જામનગરની મુલાકાતે પહોંચ્યા છે. હાલ વિજય રૂપાણી જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક યોજી કોરોનાની જાણકારી મેળવી રહ્યા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ જામનગર પોંચ્યા છે, બપોર સુધીમાં મુખ્યપ્રધાન રૂપાણી જામનગરમાં કોરોના ની નવી સુવિધાઓને લઇને જાહેરાત કરી શકે છેબપોર પછી મુખ્યપ્રધાન ભાવનગર પણ જશે જ્યાં તેઓ ભાવનગરની મેસ્પિટલમાં શું સ્થિતિ છે, દરદીઓ કેવી સારવાર આપવામાં આવી રહી છે તેની માહિતી મેળવવા અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજશે.