દેશમાં કોરોનાની મહામારીના કારણે અનેક લોકોના મૃત્યુ થયા છે. ત્યારે કોરોનાના ડર ના કારણે તથા ચેપ ના લાગે તે ડરના કારણે લોકો અગ્નિ સંસ્કાર કરતાં પણ ડરી રહ્યા છે. ત્યારે ઘણીવાર બિનવારસી બોડી અને જેમના કોઈ સગા સંબંધીના હોય ત્યારે મોક્ષ ફાઉન્ડેશન મદદરૂપ બની છે. ૨૦ વર્ષથી બિનવારસુ મૃતદેહના અગ્નિ સંસ્કાર કરે છે. પીપીઈ કીટ પહેરી કરે છે અંતિમ સંસ્કાર મોક્ષ ફાઉન્ડેશનના નવી પહેલ અન્ય સેવા સંસ્થા માટે પ્રેરણારૂપ કોરોનાના વાયરસ ના નામથી લોકો દૂર ભાગી જાય છે. ત્યારે કોરોના દર્દીનો મૃત્યુ થાય ત્યારે પરિવારની ચિંતા વધવી સ્વાભાવિક છે સાથે સાથે નિયમ મુજબ સંબંધીઓને નજીકમાં પણ આવવા દેવામાં આવતા નથી તેવામાં જામનગરના મોક્ષ ફાઉનડેશનના સભ્યો આ સંજોગોમાં ખાસ કીટ પહેરીને મૃતદેહને વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરે છે, કોરોના વૈશ્વિક મહામારીમાં રોજ નવા દર્દીઓની સંખ્યા વધી છે સાથે સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. જામનગરમાં કોરોનાના દર્દીઓના મૃત્યુ બાદ મૃતકના અંતિમ સંસ્કાર કરતી એક સંસ્થા કે જાહેરખી કોવિડ હોસ્પિટલમાં દર્દી[ઓના મોત બાદ પરિવારજનો મૃતદેહ પણ લેવા ન આવતા જિલ્લા વહીવટીતંત્ર મુશ્કેલીમાં મુકાયું હતું જે અનુસંધાને મોક્ષ ફાઉન્ડેશનના મેનેજિંગ ડિરેક્ટર જામનગરના સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા વિક્રમસિંહ ઝલાએ બિનવારસું મૃતદેહની અંતિમ ક્રિયા કરવાનું ઉમદા કાર્ય કરે છે તેમણે કોવિડ થી મૃત્યુ પામેલા દર્દી ના અંતિમ સંસ્કારની બીડું ઝડપ્યું છે જામનગરનું મોણ ફાઉન્ડેશનના સભ્યો દ્વારા અત્યાર સુધીમાં ૧પ૦ જેટલી બિનવારસુ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે મોક્ષ ફાઉન્ડેશનના સભ્યો પીપીઇ કીટ પહેરી તે સ્મશાનમાં દર્દીની બોડી લઈ જાય છે અને ત્યાં જતે ધર્મના રિવાજ મોક્ષ ફાઉન્ડેશનના મેનેજિંગ ડિરેક્ટર વિકમસિહ સાથેની વાતચીતમાં જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા ર૦ વર્ષથી બિનવારસુ મૃતદેહના અંતિમ સંસ્કાર કરી રહૃાા છે. ખાસ કરીને ગરીબ દર્દીનું મોત થતાં તેમના પરિવારને મોતના સમયે પણ મોક્ષ ફાઉન્ડેશન પ્રમાણે આ મૃતદેહના અંતિમ સંસ્કાર કરે છે, તમામ પ્રકારની મદદ કરે છે. મોક્ષ ફાઉન્ડેશન દ્વારા જામનગરની જી જી ફ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દદીઓને તમામ પ્રકારની મદદ કરવામાં આવી રહી છે અને એ પણ ઉલ્લેખનીય છે કે જામનગરની જી.જી ક્ષેસપીટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી એસ્પિટલ હોવાથી અહીં સૌરાષ્ટ્રભરના દર્દીઓ સારવાર અર્થે આવતા છે.