દેશમાં કોરોનાની મહામારીને કારણે અને ધંધા રોજગારો કંપનીઓમાં ભારે મંદી છવાઇ છે. ત્યારે આ મંદીમાં અનેક લોકો પાયમાલ થઇ ગયા છે અને કંપનીઓ બંધ થઇ ગઇ છે. ત્યારે ધરતીકંપ વખતે સિમેન્ટની કંપની માલામાલ થઈ ગઈ હતી. તેમ કોરોનાવાયરસ ને પગલે દવા પછી આ કંપનીઓમાં ભારે તેજી જોવા મળી રહી છે.
કોરોના વાયરસને કારણે ઉભી થયેલ પરિસ્થિતિમાં માત્ર લોકો સ્વાધ્યાયનો નુકસાન થયું છે એટલું જ નથી, તેને કારણે દેશના અર્થતંત્રને પણ મોટું નુકશાન વેઠવું પડ્યું છે. મહામારીના સમયમા, ઉદ્યોગ ધંધાઓ પર વ્યાપક અસર જોવા મળી, લીકવીડિટી મજબૂત રહે જેથી અને તેથી કામગીરીનો પ્રમાણ પણ તેવું જ રહ્યું. કોરોના કાળ ને લીધે નવા વ્યુહાત્મક ગઠબંધન અથવા બધા રોજગારમાં ભાગીદારીમાં ઘટાડો થયો કોવિડ.10ના લીધે ભારતીય ઇકોનોમી પર પણ મોટી અસર થઇ સરકારે વધુ માંગ ધરાવતી આવશ્યક વસ્તુઓ જેવી કે હેલ્થકેર ઈન્ફાસ્ટ્રક્ટર અને સુવિધાઓની માંગને પહોચી વળવા તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરતી થઇ છે જેને કારણે અનાવશ્યક કહી શકાય તેવી વસ્તુઓમાં ઘટાડો થતો જોવા મળ્યો. સૌથી અગત્યનું, વાયરસનું સંક્રમણ ઘટાડવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાને લીધે ઘણા સેક્ટર્સને તાળા વાગી ગયા જોકે, ઘટી ગયેલા ઇકોનોમીમાં ધીમી રિકવરી આવશે, પરંતુ હવે મોટા ભાગના સેક્ટર્સએ આ બાબતને સામાન્ય તરીકે સ્વીકારી લીધી છે. એક તરફ જ્યાં સરકાર દ્વારા લોકડાઉન અપાતા અર્થતંત્રને મોટો ઝટકો લાગ્યો હતો તો બીજી તરફ ઘણા સેકટર્સ એવા હતા જેમણે આ આપત્તિને એક તક તરીકે સ્વીકારી અને કોરોના કાળ બાદ સર્વોત્તમ ગ્રોથી કરવા માટે તૈયાર થઈ ગઈ છે.
ડિજિટલ અને ઇન્ટરનેટ ઈકોનોમી મહામારીના સમયમાં લોકો પોતાના કામને પહોંચી વળવા માટે ડિજિટલ માધ્યમોનો સૌથી વધુ ઉપયોગ કર્યો સાથે જ શિક્ષણ અને મનોરંજન માટે પણ ડિજિટલ ટેકનોલોજીનો મોટા પ્રમાણમાં ઉપયોગ કર્યો વ્યવસાયિક મુલાકાતી માટે ઓનલાઇન પ્લેટફોર્મ ની કપ્રિયતા મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો શાળા કોલેજ દ્વારા પણ ઓનલાઇન ક્લાસ અને એસાઇમેન્ટ શરૂ કરવામાં આવ્યા. લોકડાઉનને કારણે જ્યાં એક તરફ રમતગમત, સિનેમા, મ્યુઝિક ફેસ્ટિવલ્સ પર રોક લાગી જેને લીધે લોકો ડિજિટલ કન્ટેન્ટ માટે ઓનલાઇન પ્લેટફોર્મ તરફ વળ્યા. જેને કારણે ઘણી ફિલ્મને થિયેટર રિલીઝ કરતા ડીજીટલી રિલીઝ કરવામાં આવી અને સફળતા મળી. આ ઉપરાંત FMCG & Retail સેક્ટર, કેમિકલ સેક્ટર હેલ્થ કેંસ સેકટર વગેરે સેટર્સમાં કોરોના કાળ બાદ મોટા પ્રમાણમાં ગ્રોશ જોવા મળ્યો છે.