દાહોદ પોલીસ સ્ટેશનમાં આજકાલનાં માતા-પિતાને ચોંકાવી દે તેવો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં સગીર યુવક દ્વારા તેનાં દાદાનાં બેંક એકાઉન્ટમાંથી દસ કે વીસ હજાર નહી પરંતું 13 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા.
આ મામલે નિવૃત સરકારી અધિકારીએ બેંકમાંથી અનઅધિકૃત રીતે 13 લાખ રૂપિયા ઉપડી જવા બાબતે દાહોદ સાયબ સેલમાં ફરિયાદ કરી હતી. જે બાદ તેઓ સામે ચોંકાવનારી માહિતી સામે આવતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
ઓનલાઈન ગેમનું બાળકોમાં એવું ભૂત ધૂણ્યું છે કે તેઓ કોઈ વખત જાણતા-અજાણતા પરિવારજનોનાં પૈસા વેડફી નાંખી છે. તેવો જ એક કિસ્સો ગુજરાતનાં દાહોદ પોલીસ સ્ટેશને નોંધાવવા પામ્યો છે. જેમાં એક સગીર બાળકે તેનાં દાદાનાં 13 લાખ રૂપિયા ઉડાવી દીધા.
મળતી માહિતી મુજબ રિટાયર સરકારી અધિકારી જે સગીર બાળકનાં દાદા છે. દાદાનું કહેવું છે કે દાહોદ સાયબર સેલે બેંક એકાઉન્ટમાંથી સમયાંતરે અનઅધિકૃત રીતે ઉપડેલા 13 લાખ રૂપિયાને લઈ મદદ માટે અપીલ કરી હતી. ત્યારે આ સમગ્ર બાબતે સાયબર સેલ દ્વારા તપાસ હાથ ધરી હતી. જે તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી હતી.
આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ પૈસાનો ઉપયોગ ઓનલાઈન ગેમ તેમજ મોબાઈલ ફોનની ખરીદી કરવામાં થયો છે. પરંતું સગીરને ઓનલાઈન ગેમની આદતમાં છોડાવી દેવામાં આવી હતી. ત્યારે હાલ તો આ મામલાની તપાસ ચાલી રહી છે.
નિવૃત દાદાએ તેમનાં બેંક એકાઉન્ટમાંથી સમયાંતરે 13 લાખ રૂપિયા અનઅધિકૃત રીતે ઉપડી જવા બાબતે તેઓને શંકા ગઈ હતી. જે બાદ તેમણે સાયબર સેલની મદદ લીધી હતી. ત્યારે પૂછતાછ દરમ્યાન એ વાતનો ખુલાસો થયો કે ખરીદી બીજા કોઈએ નહી પરંતું તેમનાં પૌત્રએ જ કરી છે.
સગીર યુવકે એ સ્વીકાર્યું કે ઓનલાઈન ગેમ રમવાની ટેવમાં પૈસા બરબાદ કર્યા અને અનઅધિકૃત લેવડ દેવડ માટે તેણે તેનાં દાદાનાં મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યા હતો.
તમને એ જાણીને આશ્ચર્ય થશે કે સગીર બાળકે 13 લાખ રૂપિયા ગેમ પોઈન્ટ્સ, ક્રિકેટ કીટ અને બે મોબાઈલ ફોન ખરીદવામાં બરબાદ કર્યા હતા. સગીર દ્વારા આ તમામ ચીજ વસ્તુઓ તેનાં મિત્રનાં ઘરમાં સંતાડીને રાખી હતી. જેથી પરિવારજનોને આ બાબતે કંઈ જાણ ન થાય.