આરોપી રાહુલ બ્રીજમોહન ચૌહાણ
અમદાવાદ
અમદાવાદ શ હેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર પી.કે.ગોહિલની ટીમના મ.સ.ઇ. હિતેન્દ્રસિંહ ખોડુભા, અ.પો. કોન્સ. હર્ષદસિંહ ગંભીરસિંહ તથા અ.પો. કોન્સ. શ્રી જીતેન્દ્રસિંહ ધીરસંગભાઇ દ્વારા વોન્ટેડ આરોપી કિશનકુમાર દ્વારીકાપ્રસાદ બઘેલ, રહે. મકાન નં.૫૮, બિજલ હોમ્સ, મહાલક્ષ્મી તળાવ પાસે, વટવા, અમદાવાદને તેના ઘર પાસેથી તા.૦૨/૧૦/૨૦૨૩ ના રોજ ઝડપી લીધેલ છે.સને-૨૦૨૧ માં ફરીયાદી દ્વારા આરોપી રાહુલ બ્રીજમોહન ચૌહાણ પાસેથી વ્યાજ પેટે લીધેલ હતા. જે પૈસા ફરીયાદી દ્વારા ચૂકવી આપેલ હતા. તેમ છતાં આરોપી રાહુલ ચૌહાણ તથા કિશનકુમાર દ્વારીકાપ્રસાદ બઘેલ તથા ચીરાગ સુધીરભાઇ સૈનીએ ભેગા મળી ફરીયાદીને વ્યાજ પેટે વધુ રકમ આપવા જણાવતા ફરીયાદી તેઓને વધુ પૈસા નહી આપવાનું કહેતા આરોપીઓ દ્વારા ફરીયાદીને ધમકીઓ આપી ફરીયાદીની ફોર વ્હિલ ગાડી પડાવી લઇ તે અંગે ધમકાવી લખાણ લખાવી લીધેલ હતું. જેથી ફરીયાદીએ આ અંગે મણીનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ દાખલ કરાવેલ. જેમાં અન્ય આરોપીઓ પકડાઇ ગયેલ હોય, જેથી આ આરોપી તેનું શિવ શક્તિ રો હાઉસ, જી.આઇ.ડી.સી. વટવા, અમદાવાદ શહેર વાળુ મકાન ખાલી કરી અન્ય જગ્યાએ રહેવા જતો રહેલ હતો.આરોપીને અમદાવાદ શહેરના મણીનગર પોલીસ સ્ટેશન પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૨૨૨૦૭૦૨/૨૦૨૨ ઇપીકો કલમ ૩૮૪, ૫૦૬(૨), ૧૧૪ તથા ગુજરાત નાણા ધીરધાર એક્ટ ૪૦, ૪૨(એ) મુજબના ગુનાના કામે સોપવામાં આવેલ છે.