અમદાવાદ
પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક અમિત વસાવા દ્વારા જીલ્લામાં અનડીટેક્ટ રહેવા પામેલ ચોરી, ધાડ, લુંટ વિગેરે ગુન્હાઓ ડીટેક્ટ કરવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટરશ્રી, આર.એન.કરમટીયા એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં અનડીટેક્ટ રહેવા પામેલ ગુન્હાઓ શોધી કાઢવાની કામગીરી દરમ્યાન HC પુથ્વીરાજસિંહ સીસોદીયાને બાતમી મળેલ કે, એક ઈસમ કોઇ આધાર પુરાવા કે બીલ વગર સોલાર પેનાલો વેચે છે. જે હકીકત આધારે બાબુભાઇ સ/ઓ ત્રિકમભાઇ હરીભાઇ મકવાણા (કો.પટેલ) ઉ.વ-૩૮ રહે-વટામણ ગામ, મોરબી પરૂ તા.ધોળકા જી.અમદાવાદ ને સોલાર પેનાલ નંગ ૧૫ સાથે ઝડપી પાડી સોલાર પેનાલ ના બીલ કે – આધાર પુરાવા પોતાની પાસે નહી હોવાનું જણાવતા, સદર ઇસમને સોલાર પેનલ નંગ-૧૫ કિં.રૂ.૧,૦૫,૦૦૦/- સાથે ઝડપી પાડી સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
આ કામગીરીમાં એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટરશ્રી, આર.એન.કરમટીયા, ASI દિલીપસિહ પરમાર, HC અજયભાઇ બોળીયા, HC પૃથ્વીરાજસિંહ સીસોદીયા, Pc ઘનશ્યામસિંહ રાઠોડ, PC વિપુલભાઇ પટેલ, PC વિશાલકુમાર સોલંકી, વિગેરે નાઓ જોડાયેલ હતા.