GJ-18 શહેરમાં સિવિલ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પરિવાર નો ટ્રસ્ટ દ્વારા ભૂખ્યાને વિનામુલ્યે ભોજન તથા ગુજરાત સરકાર દ્વારા પાંચ રૂપિયામાં ફક્ત ભોજન બાદ હવે ગરીબ તથા મધ્યમ વર્ગ માટે આર્શીવાદરૂપ બનેલી જીવન ટેબલ ટ્રસ્ટ સેક્ટર ૬ પેટ્રોલ પંપની સામે સવારે ૧૧:૩૦ થી ૧:૩૦ સુધી પ્રસાદ સેવા શરૂ કરવામાં આવતા અનેક લોકો માટે સહાયરૂપ બની છે. ત્યારે ડેપ્યુટી મેયર પ્રેમસિંહ ગોલ દ્વારા આકસ્મિક મુલાકાત આ સંસ્થાની લેતા અને તેમની કામગીરી સુંદર જોતા પોતે રસ લીધો હતો. ત્યારે સંસ્થાના પ્રમુખ નિલેશ જાની શાક રોટલી અને અઠવાડિયામાં અન્ય ચીજ વસ્તુઓ પણ આપવામાં આવે છે.
વધુમાં નિલેશ જાની દ્વારા ડેપ્યુટી મેયરને માહિતી આપેલ તેમાં ટિફિન લાવે તો ટિફિન પણ ભરી આપીએ છીએ પાર્સલ સેવા પણ ઉપલબ્ધ છે અને અહીંયા જમવું હોય તો પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ભોજન તૈયાર કરવામાં આવે ત્યારે ૩૦ જેટલી બહેનોને રોજગારી મળે છે, આ કાર્યમાં સેવા આપવા ઈચ્છુક સ્વયંસેવક દાતાઓને આ સેવા કાર્યમાં જોડાવા અનુરોધ કર્યો છે, ત્યારે હજુ GJ-18 રિલાયન્સ ચોકડી પાસે પણ જીવન પ્રસાદ ધર શરૂ કરવા જગ્યા જોઈ રહ્યા હોય તેવું પણ જણાવેલ હતું…