કેપીટલ રેલવે સ્ટેશન બનાવવાની મુદત 2 વાર લંબાતા ખર્ચ 450 કરોડ વધ્યો

Spread the love

ગાંધીનગરના રેલ્વે સ્ટેશનને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા માટે 300 રૂમની ફાઇવ સ્ટાર હોટલની કામગીરી હાલ ચાલી રહી છે. આ પ્રોજેક્ટનું ભૂમિ પૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા માર્ચ 2016માં કરવામાં આવ્યું હતું. આ પ્રોજેકટનું કામ 2018 પૂર્ણ કરવાનું હતું પરંતુ રેલ્વે સ્ટેશનના પ્રોજેક્ટનું કામ ગોકળગતીએ ચાલતા બે વખત પ્રોજેકટ પૂર્ણ કરવાની તારીખ લંબાવવામાં આવી હતી. તાજેતરમાં જ રેલ્વે મંત્રી પીયુષ ગોયલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનની મુલાકાત લઇને હોટેલ પ્રોજેક્ટની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાનું સુચન આપ્યું હતું. આ પ્રોજેક્ટની કામગીરી ગુજરાત સરકાર અને ગાંધીનગર રેલવે એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં 74% ગુજરાત સરકારની ભાગીદારી છે અને 26% રેલવેની ભાગીદારી છે. સૂત્રોના અનુસાર જે સમયે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. તે સમયે ગાંધીનગર સ્ટેશનને 550 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનવવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ આ પ્રોજેક્ટની કામગીરી ધીમી ગતિએ ચાલતા પ્રોજેક્ટ પૂર્ણ કરવાની તારીખ બે વખત લંબાઈ હતી. જેના કારણે 550 કરોડના પ્રોજેક્ટનો ખર્ચ વધુને 1,000 કરોડ એટલે કે, ડબલ થઇ ગયો. આ પ્રોજેક્ટને ડિસેમ્બર 2018 સુધીમાં પૂર્ણ કરવાનો હતો પરંતુ આ કામગીરી ધીમી હોવાના કારણે અડધાથી વધારે કામગીરી બાકી હતી. જેના કારણે પ્રોજેક્ટ પૂર્ણ કરવાની તારીખ સપ્ટેમ્બર 2019 કરવામાં આવી હતી. જો કે, આ મહિનાના અંતમાં પણ પ્રોજેક્ટનું કામ પૂર્ણ થશે નહીં. જેથી પ્રોજેક્ટ પૂર્ણ થવાની તારીખ ફરી એક વાર લંબાવવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન પર તૈયાર થનાર હોટેલમાં 300 રૂમ, થ્રીયેટર, બેંક્વેટ હોલ, સ્વિમિંગ પુલ, સહીતની સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત રેલ્વે સ્ટેશન પર વાઈફાઈ, વેઇટિંગ રૂમ, કોન્ફરન્સ હોલ સહીતની અન્ય સુવિધાઓ પણ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com