દેશમાં આરોગ્ય સ્થાને ચેડાં કરતાં તત્વો સામે કડક હાથે કડો લાવવાની જરૂર છે, ક્વોલિટીના નામે હવે ચોખ્ખું ઘી નથી મળી રહ્યું અને હવે ડેરીઓ પણ આમાં જોતરાય તો માનવી ક્યાં જાય?
દૂધસાગર ડેરીના ભેળસેળવાળા ધી મામલે વહીવટી તંત્ર અને ડેરીના સત્તાધિશો આમને-સામને આવી ગયા છે. ગત 24 જુલાઇ શુક્રવારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ બી ડીવીઝન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દૂધસાગર ડેરીના ઘીના બે ટેકર જપ્ત કરી, ઘીના નમૂના લઈ લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલાતાં આગામી દિવસોમાં આ મામલે સહકારી રાજકારણ ગરમાય ગયું છે, હવે મહેસાણા દૂધ સાગર ડેરીના ધીમા ભેળસેળના મુદ્દે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે એક ફરિયાદ દાખલ કરી હતી. દૂધસાગર ડેરીના ચેરમેન વાઇસ ચેરમેન, MD, લેબ હેડ, અને ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટર સહિત 5 લોકો વિરુદ્ધ રિયાદ નોંધાઈસ્તી. વાઇસ ચેરમેન અને MDની પોલીસે હસ્તગત કરી પૂછપરછ કરાઈ હતી.
વિસનગર dysp ની અધ્યક્ષતામાં 5 સભ્યોની સીટની ટીમ આ મામલે તપાસ કરી રહી છે. મોડી રાત્રે નોધાયેલ ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. મહેસાણા દૂધ સાગર ડેરીના ધીમા ભેળસેળનો મુદ્દે હવે જોરદાર ખુલાસો થયો છે. ધીમાં એ સી કેમ નામનું ઓઈલ ભેળવતા હોવાનો ખુલાસો થયો છે. ધીની તપાસ માટે જે સી. મશીન વસાવવા ફેડરેશનની સૂચના આપી દેવામાં આવી છે. અહિં તમને જણાવી દઈએ કે આ ભેળસેળવાળું ધી રિયાણાના પુનામાં મંજૂરી વગર બનાવવામાં આવતું હતું. જેસી મશીનથી ઘીમાં ભેળસેળ પકડી શકાય છે પરંતુ ફેડરેશન સુચના અવગણના કરી બે વર્ષથી ડરીએ મશીન વસાવ્યું નહોતું ધી માં ભેળસેળ પકડાતા બે માસ અગાઉ જ પ્લાન્ટ મોઘજીભાઈ ચૌધરી, એમડી નિશીથ બક્ષી અને લેબોરેટરી હેડ સુધીની ધરપકડ થઈ ચૂકી છે, તાત્કાલિક બંધ કરી દેવાયો હતો. સમગ્ર કેસમાં ડેરીના વાઇસ ચેરમેન દૂધસાગર ડેરીના ટેન્કરમાંથી ભેળસેળ વાળું ઘી પકડાયા બાદ ફેડરેશન દ્વારા ડેરીના સત્તાધીશોને નોટિસ પાઠવી તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો ત્યારબાદ, ભેળસેળવાળા ઘી પ્રકરણમાં રાજ્ય સહકારી રજિસ્ટ્રારે ડેરીના નિયામક મંડળ ને પત્ર લખીને એમડીને ફરજ મોકુફ કરવા આદેશ કર્યો હતો. ગત 24 જુલાઇએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ બી ડીવીઝન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ડેરીના બે ટેન્કર પકડીને પોલીસ હેડ ક્વાર્ટર પર મૂકી દીધા હતા.