કોરોનાની મહામારીના કારણે અનેક લોકો પ્રભાવિત થયા છે. ત્યારે ઘણાલોકો પૈસા કમાવવા નવા ભેજા પણ લગાવી રહ્યા છે, ત્યારે ઘણી હોસ્પિટલો ધ્વારા લૂંટવામાં કશું બાકી રાખ્યું નથી. કોરોનાની હાલ કોઈ જ દવા માર્કેટમાં આવી નથી, ત્યારે લૂંટવામાં તરકટ બાજોએ હદવટાવી છે. ત્યારે હવે રિપોર્ટમાં પણ ચેડાં અને વહીવટ થવા માંડ્યા છે.
દેશ અને દુનિયા જ્યારે કોરોના મહામારી સામે લડી રહ્યા છે. ત્યારે આ આફતના સમયમાં પણ કેટલાક લોકો કાળાબજારીનો ધંધો કરી રહ્યા છે. ઉતત્ર પ્રદેશની રાજધાની લખનઉમાં આવી જ એક ઘટના સામે આવી છે. લખનઉની એક હેસ્પિટલમાં કોરોનાના નકલી રિપોર્ટનું કૌભાંડ સામે આવ્યું છે. 500 અને 1000 રૂપિયામાં દર્દીન કોરોનાની નકલી રિપોર્ટ બનાવીને અપાતી હતી. આ વાત સામે આવતા જ હોસ્પિટલનું તંત્ર અને સ્થાનિક પ્રશાસન દોડતું થયું છે. આ ઘટના અંગે ફરિયાદ કરવામાં આવી છે, તેમજ તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.
કોરોના મહામારીના કારણે જો અન્ય કોઈ રોગ ની સારવાર કરાવવી હોય તો પણ પહેલા કોરોનાનો રિપોર્ટ કરાવવો પડે છે, જો આ રિપોર્ટ નેગેટિવ આવે તો જ કોઇ હોસ્પિટલમાં એડમિશન મળે છે. લખનઉમાં આવેલી પીજીઆઇ હોસ્પિટલમાં પણ આવો જ નિયમ હતો ત્યારે હોસ્પિટલમાં કેટલાક લોકો દ્વારા પીજીઆઇ હોસ્પિટલમાં આવતા દર્દીઓ પાસેથી 500 અને 1000 રૂપિયા, લઇને નેગેટિવ ટેસ્ટની નકલી રિપોર્ટ બની આપવામાં આવતો હતો. આ નકલી રિપોર્ટ એકદમ અસલ રિપોર્ટ જેવો જ હતો. દર્દીઓ પણ નકલી રિપોર્ટ બતાવીને હોસ્પિટલમાં દાખલ થઈ જતા આ કૌભાંડનો ખુલાસો શુક્રવારે થયો સૌથી પહેલા આ ઘટનાની ફરિયાદ હોસ્પિટલની સુરક્ષા સમિતિને કરવામાં આવી અને બાદમાં પોલિસમો પણ ફરિયાદ કરવામાં આવી પોલિસ હવે ઘટનાની તપાસમાં લાગી છે. એક બાજુ દેશમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે, તેવા સંજોગોમાં આવા નકલી રિપોર્ટના કારણે લોકોના જીવન સાથે ચેડા થઇ રહ્યા છે.