તમામ હોસ્પિટલોમાં સુપ્રીટેન્ડન્ટની જગ્યા પર કાયમી ડોકટરની તાકીદે નિમણૂંક કરવા કોંગ્રેસ પક્ષની માંગણી
અમદાવાદ
અમદાવાદ મ્યુ.કોર્પો સંચાલિત એલ.જી. હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, વા.સા.હોસ્પિટલ,નગરી હોસ્પિટલ તથા એસ.વી.પી. હોસ્પિટલમાં કાયમી સુપ્રીટેન્ડન્ટ નહી હોવાથી દર્દીને ભગવાનના ભરોસે મુકતું સત્તાધારી ભાજપ તંત્રના ઉચ્ચ અધિકારીઓ તથા સત્તાધારી ભાજપ દ્વારા તેઓના માનીતા ડોક્ટરને સાચવવા મ્યુ.હોસ્પિટલોમાં ઇન્ચાર્જ સુપ્રીટેન્ડન્ટ તરીકે નિમણુંક આપતાં મ્યુ.હોસ્પિટલ સેવા ખાડે ગયેલ છે. “તેવો આક્ષેપ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે કર્યો હતો.
પઠાણે વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં ગરીબ અને મધ્યમવર્ગના નગરજનો માટે અમદાવાદ મ્યુ.કોર્પો સંચાલિત એલ.જી. હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, વા.સા.હોસ્પિટલ,નગરી હોસ્પિટલ તથા એસ.વી.પી. હોસ્પિટલ મેડીકલ સારવાર મેળવવા બાબતે ગુજરાતભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ત્યારે ગઇ કાલે ગરીબ તેમજ સામાન્ય વર્ગમાંથી આવતાં ૧૧ માસનો બાળક જે પીડીયાટ્રીક વોર્ડમાં સારવાર અર્થે દાખલ હતો ત્યાં ફરજ પર હાજર નર્સ દ્વારા દવા પીવડાવતાં બાળકને પરસેવો થવાના તેમજ મોંઢામાંથી ફીણ નીકળવા પામેલ તરત બાળકની માતા દ્વારા તે દવાની બોટલ ડોકટરને બતાવતાં તેમાં દવા નહી પરંતુ અન્ય પ્રવાહી હોવાનું જણાયેલ છે. આવી ધટના વારંવાર બનવા છતાં સત્તાધારી પક્ષની આંખ ઉધડતી નથી આ અગાઉ શારદાબેન હોસ્પિટલમાં દર્દીના ખોરાકમાં ગરોળી નીકળવાની ધટના બનેલ હતી.હાલ અમદાવાદ મ્યુ.કોર્પો સંચાલિત એલ.જી. હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, વા.સા.હોસ્પિટલ, નગરી હોસ્પિટલ તથા એસ.વી.પી. હોસ્પિટલ જે અમદાવાદ શહેરની મુખ્ય હોસ્પિટલો છે તેમાં હાલ તમામ હોસ્પિટલોમાં સુપ્રીટેન્ડન્ટની જગ્યા ઇન્ચેજ ડોકટર દ્વારા સંચાલન કરાય છે. હાલ એલ.જી. હોસ્પિટલમાં ઇન્ચાર્જ સુપ્રીટેન્ડન્ટ તરીકે ડો. લીનાબેન ડાભી, શારદાબેન હોસ્પિટલમાં ઇન્ચાર્જ સુપ્રીટેન્ડન્ટ તરીકે ડો. હેતલબેન વોરા, નગરી હોસ્પિટલમાં ઇન્ચાર્જ સુપ્રીટેન્ડન્ટ તરીકે ડો. તેજસબેન દેસાઇ, વા. સા. હોસ્પિટલમાં ઇન્ચાર્જ સુપ્રીટેન્ડન્ટ તરીકે ડો. મનિષ પટેલ તથા એસ.વી.પી. હોસ્પિટલમાં ઇન્ચાર્જ સુપ્રીટેન્ડન્ટ તરીકે ડો. સંજય ત્રિપાઠી આમ તમામ મ્યુ.હોસ્પિટલો કાયમી સુપ્રીટેન્ડન્ટ નહી હોવાના કારણે ભગવાન ભરોસે ચલાવી રહી છે. ઇન્ચાર્જ સુપ્રીટેન્ડન્ટ હોવાના કારણે હોસ્પિટલ સેવા ખાડે ગયેલ હોવાનું જણાય છે. સીનીયર ડોકટરની ગેરહાજરી, હોવાનું માત્ર સવાર- સાંજ માત્ર હાજરી પુરાવા આવતાં હોવાનું જણાયેલ તેમજ છુટવાના સમય પહેલાં બાયોમેટ્રીક મશીન સાથે ચેડાં કરી વહેલા પંચ કરી જતાં રહેતા હોય છે. કેઝયુઆલીટી ડીપ્પ.માં કામચોરી અને દાદગીરી વધવા પામેલ છે. ગંભીર દર્દીની સારવારમાં બેદરકારી રાખતા હોવાનું આર.એમ.ઓ.નું સ્ટાફ તથા કર્મચારી પ્રત્યે ગેરવર્તન હોવાનું જણાયેલ હોવા છતાં ઇન્ચાર્જ સુપ્રીટેન્ડન્ટની નરમાશ મિલીભગત ચર્ચાનું સ્થાન બનેલ છે આ તમામ બાબતો કાયમી સુપ્રીટેન્ડન્ટ નહી હોવાના કારણે બનવા પામે છે સત્તાધારી ભાજપ પોતાના મળતીયા ડોકટરોને સાચવવા અમદાવાદ મ્યુ.કોર્પો સંચાલિત એલ.જી. હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ,વા.સા.હોસ્પિટલ, નગરી હોસ્પિટલ તથા એસ.વી.પી. હોસ્પિટલ જેવી મુખ્ય હોસ્પિટલો ઇન્ચાર્જ સુપ્રીટેન્ડન્ટથી કેમ ચલાવવામાં આવે છે તેમાં કોને લાભ છે આ તમામ બાબતો વિચારણા માંગી લે છે.
જેથી અમદાવાદ મ્યુ.કોર્પો સંચાલિત એલ.જી. હોસ્પિટલ, શારદાબને હોસ્પિટલ, વા.સા.હોસ્પિટલ, નગરી હોસ્પિટલ તથા એસ.વી.પી. હોસ્પિટલોમાં સારી મેડીકલ સારવાર સત્વરે મળી રહે અને દર્દીઓની સારવારમાં કોઇ પણ પ્રકારની ગેરરીતી તથા બેદરકારી ઉદ્ભવવા ના પામે તે માટે તમામ હોસ્પિટલોમાં સુપ્રીટેન્ડન્ટની જગ્યા પર કાયમી ડોકટરની તાકીદે નિમણૂંક કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.