અમદાવાદમાંથી એક વ્યકિતને ચોરી કરેલ બે વાહનો સાથે પકડી પાડી ચોરીના અનડીટેક્ટ ગુન્હાઓનો ભેદ ઉકેલતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

આરોપી ઈકરામ મોહંમદરઈશ કુરેશી

અમદાવાદ

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટર શ્રી એસ.એમ.ત્રિવેદીની ટીમના એ.એસ.આઈ. ધાર્મિકભાઈ, અ.હે.કો. મોહંમદ અશરફ તથા અ.પો.કો. સરદારસિંહ દ્વારા વાહન ચોરી કરતાં આરોપી ઈકરામ મોહંમદરઈશ કુરેશી, ઉ.વ. ૩૪, રહે. રામલાલનો ખાડો, મારવાડીની ચાલી, શાહપુર દરવાજા બહાર, દુધેશ્વર અમદાવાદ. મૂળ રહે. જેઠાલાલની ચાલી, અમરદીપ શો રૂમની બાજુમાં, બહેરામપુરા અમદાવાદ શહેરને તા.૦૩/૧૦/૨૦૨૩ ના રોજ બહેરામપુરા મેલડી માતાના મંદિર પાસે ઝડપી લીધેલ છે. આરોપી પાસેથી એક નંબર વગરનુ સફેદ કલરનુ સુઝુકી એક્ષેસ કિ.રૂ. ૧૫,૦૦૦/- તથા કાળા કલરનું એક્ટીવા નંબર GJ-18-CC-3295 કિ.રૂ. ૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૩૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

આરોપીની મોડસ ઓપરેન્ડી

આ કામનો આરોપી તેના મોજ શોખ પૂરા કરવા સારૂ અમદાવાદ શહેરમાં તેમજ અમદાવાદ શહેર નજીકના જીલ્લાઓમાં જુદી જુદી જગ્યાએ પાર્ક કરેલ એક્ટીવા/સુઝુકી/મો.સા. જેવા વાહનો પાસે જઈ કોઈને જાણ ન થાય તે સારૂ તે વાહનોને પાર્કિંગમાંથી ધક્કો મારી ચોરી કરી તેના અંગત કામમાં વાપરે છે.

શોધાયેલ ગુના

(૧) બાપુનગર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૦૭૨૩૦૬૩૭/૨૦૨૩ ધી ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબ

(૨) કલોલ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૧૬૦૨૪૨૩૦૬૧૬/૨૦૨૩ ધી ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબ

આરોપીનો ગુન્હાહિત ઈતિહાસ

આ કામનો આરોપી અગાઉ બે વર્ષ પહેલા રીવર ફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં એકટીવા ચોરીમાં પકડાયેલ છે. તે સિવાય કાગડાપીઠ, નારોલ, દાણીલીમડા, મણીનગર પોલીસ સ્ટેશનોમાં પણ વાહન ચોરીના ગુન્હામાં પકડાયેલ છે. તેમજ બે વખત પાસા પણ ભોગવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com