રાજ્યમાં અનેક જગ્યાએ ડેવલોપમેન્ટ કરવા અર્બન ડેવલપમેન્ટની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે રાજકોટ રૂડા, ભાવનગર ભૂડા, અમદાવાદ છેઙ્ઘટ્ઠ તેમ ગાંધીનગર ગુડા તરીકે નામ આપવામાં આવ્યું છે, ત્યારે ગુડા દ્વારા જે પણ પ્રોજેક્ટ તો લાવવામાં આવ્યા હતા, તેમાં મોટા ભાગના ફેઇલ ગયા છે, ગુડાના સફળ પ્રોજેક્ટ ગુડા બતાવે, મકાનોના બાંધકામ થી લઈને બનાવેલી દુકાનો સાંસ્કૃતિક હોલથી લઈને અનેક લોકોની ફરિયાદ ઊઠવા પામી છે ગુડાના ભ્રષ્ટાચાર થી તોબા તોબા ત્યારે બિલ્ડરોના લાભાર્થે ગુડા ની કચેરી અને તેના અધિકારીઓ ચાલી રહ્યા છે ગુડાનાં એક તઘલઘી અધિકારીને જે વિચારો આવે તે પ્રજા ઉપર થોપી દેવાના ત્યારે ગુડા દ્વારા વાવોલ ખાતે બનાવેલ સ્વામી વિવેકાનંદ માર્કેટ દ્વસ્ત થઈ ગયું પ્રોજેક્ટ ફેઇલ ગયો ત્યારે કુડાસણ ખાતે બનાવેલ દુકાનો પણ ફેઇલ ગઈ, હવે લાખો નહીં કરોડોના ખર્ચે બનાવેલ રાયસણ ખાતેનો સ્વર્ણીમ સાંસ્કૃતિક કેન્દ્ર પણ ફેઇલ ગયો છે, આલિયા, માલીયા, જમાલીયા એવા ટીચરિયાઓ થી લઈને પત્તો કી બાઝી માંડીને બેઠેલા માટે આ હોલ શુભ સાબિત થયું છે.ગુુડા દ્વારા મેન્ટેનન્સથી લઈને તમામ જાળવણી કરવામાં આવે છે, તો સિક્યુરિટી પણ રાખવામાં આવ્યા છે, સૌચાલનના તમામ દરવાજા ગાયબ દીવાલો પણ ઝઝરીત થઈ ગઈ છે, દરવાજા તમામ ખુલ્લા જાણો ભુતિયો ગુડાએ બનાવેલ સાંસ્કૃતિક હોલ હોય સ્ટોર રૂમથી લઈને તમામ જગ્યાએ તોડકામ થઈ ગયું છે કોઈ પૂછનાર નથી કરોડોની ગુડાની મિલકતના દરવાજા પણ તૂટી ગયા છે, અંદર ઝાડવા ઉગુ ગયા છે, સૌચાલયનાં દરવાજા પણ લોકો ઉખાડીને લઈ ગયા છે, રસોડું અને પાર્લર પણ બંધ હાલતમાં છે, જે મહાનુભાવોએ આ ગુડા નું ઉદઘાટન કર્યું હતું, તેમની તકતીઓ પણ ગાયબ છે, ગુડાના પાર્કિંગમાં ગામના યુવાનો મોબાઇલ નામનીગેમ રમી રહ્યા છે, ત્યારે યુવાનો મોબાઇલમાં આ ર્નિજન જગ્યા ગુડા નો હોલ, અકસિર સાબિત થઈ છે, ગંદકીનો પીટારો એટલે સાંસ્કૃતિક ગુડા નો હોલ જાેઈ શકાય છે હવે ગુડા દ્વારા ફરીવાર રીનોવેશન કરવાનું અને સેન્ટ્રલ એસી ની યોજના છે ત્યારે પાછા સરકારમાંથી કરોડો રૂપિયાનું આંધણ કરીને ગુડા સરકારની તિજાેરી અનેક રીતે સફાચટ રહી છે.
મુખ્યમંત્રી આ બધું ચકાસવાની જરૂર છે, ગુડા દ્વારા જે મકાનો અગાઉ બનાવવામાં આવ્યા તે કન્ડમ બનાવવામાં આવ્યા છે, ગુડા દ્વારા જે મેન્ટેનન્સ આજીવન ૫૦,૦૦૦ લેવામાં આવ્યો એ નાણા નો હિસાબમાં ગુડાના અનેક ગોટાળા બહાર આવે તેવી શક્યતા છે, રાયસન કુડાસણ ચિલોડા અડાલજ ખાતે બનાવેલી દુકાનો મકાનોની હાલત રહેવા જેવી છે ખરી?અનેક લોકોની ફરિયાદોના ઢગ ખડકાયા છતાં ગુડા કામના નામે મીંડું છે, ત્યારે નવા મકાનો ના ફોર્મ બહાર પાડવા ગુડા જઈ રહ્યું છે તેમાં અગાઉ પણ ડ્રો સિસ્ટમ વખતે કૌભાંડ બહાર આવ્યું હતું. ગુડા દ્વારા મકાનો જેઓ ને લાગ્યા છે, તે રહેવા ગયા બાદ અનેક સમસ્યાઓનો સામનો લોકો કરી રહ્યા છે,
ક્રમશ ..માનવ મિત્ર .. વાંચતા રહો ..આવતીકાલે