રાજ્યમાં ખનિજ કામગીરી સાથે સંકળાયેલા વાહનોની નોંધણી-રજિસ્ટ્રેશન કરીને ‘વ્હીકલ ટ્રેકિંગ ડિવાઈસ’- VTD લાગાવવાની મુદ્દત તા. ૦૧ નવેમ્બર-૨૦૨૩ સુધી એટલે કે એક માસ વધારવામાં આવી છે.
રાજ્યમાં ખનિજ કામગીરી સાથે સંકળયેલા તમામ વાહનોની નોંધણી-રજિસ્ટ્રેશન કરીને ‘વ્હીકલ ટ્રેકિંગ ડિવાઈસ’-VTD લગાવાનું ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનરશ્રી દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં એન્ડ-યુઝર રજિસ્ટ્રેશન અંતર્ગત ‘વ્હીકલ ટ્રેકિંગ ડિવાઈસ’ લગાવવાની કામગીરી ૬૦ દિવસમાં એટલે કે તા. ૩૦ સપ્ટેમ્બર-૨૦૨૩ સુધીમાં પૂર્ણ કરવાની હતી. પરંતુ આ અંગે વિવિધ એશોસિએશન તરફથી મળેલી રજૂઆતોને ધ્યાનને લઈ VTD લગાવવાની મુદ્દત તા. ૦૧ નવેમ્બર-૨૦૨૩ સુધી વધારવામાં આવી છે તેમ, ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનરશ્રી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.