SVI એરપોર્ટ ખાતે મુસાફરો માટે ડોમેસ્ટિક-ટુ-ડોમેસ્ટિક ટ્રાન્સફર સુવિધાનો પ્રારંભ

Spread the love

નવી સુવિધાનો લાભ એક જ એરલાઇનમાં બૂક કરાયેલા મુસાફરોને અને ઉપડતી ફ્લાઇટ્સ માટે મળશે

અમદાવાદ

સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હવે ડોમેસ્ટિક ટ્રાન્સફર સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવતર અને સમર્પિત સુવિધાથી મુસાફરોનો સુરક્ષા, ચેકીંગ અને વેઈટીંગના સમયમાં ઘટાડો થશે. વળી તેનાથી એરલાઈન્સના ન્યૂનતમ જોડાણ સમય (MCT)માં પણ ઘટાડો થશે.નવી ટ્રાન્સફર સુવિધા માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમદાવાદ એરપોર્ટથી ટ્રાન્સફર કરી રહેલા મુસાફરોને સુરક્ષા તપાસ વિસ્તારમાં ફ્રિસ્ક કર્યા બાદ સીધા જ ડિપાર્ચર સિક્યોરિટી હોલ્ડ એરિયામાં જવાની પરવાનગી આપે છે. આ સુવિધાથી મુસાફરોને એરપોર્ટ પર આગમન બાદ ટર્મિનલની બહાર નીકળવાની જરૂર રહેતી નથી. તેઓ સીધા જ તેમની આગામી ફ્લાઇટમાં ટ્રાન્સફર થઈ શકે છે. ટ્રાન્સફર થતા મુસાફરોને સમર્પિત સુરક્ષા તપાસ વિસ્તાર પ્રતિ કલાક આશરે 130 મુસાફરોને હેન્ડલ કરી કાકે છે.અમદાવાદ એરપોર્ટ પર આવતા 20 પૈકી 1 ટ્રાન્સફર પેસેન્જર હોય છે, એટલે કે દરરોજ 1500 થી વધુ મુસાફરો ટ્રાન્સફર કરે છે. ડોમેસ્ટિક ટ્રાન્સફર સિક્યોરિટી ચેક એરિયા માટેની સુવિધામાં એક સામાન એક્સ-રે મશીન, બે ફ્રિસ્ટિંગ બૂથ (એક મહિલાઓ માટે અને એક પુરૂષો માટે), ચાર હેન્ડહેલ્ડ મેટલ ડિટેક્ટર, એક એક્સપ્લોસિવ ટ્રેસ ડિટેક્ટર (ETD) અને પંદર CISF કર્મચારીઓનો સમાવેશ થાય છે.

જો કે, નવી સુવિધાનો લાભ એક જ એરલાઇનમાં બૂક કરાયેલા મુસાફરોને અને ઉપડતી ફ્લાઇટ્સ માટે મળશે. બે લેગ્સમાં અલગ-અલગ એરલાઇન્સ પર બુક પ્રવાસીઓએ તેમનો સામાન અરાઇવલ હોલમાં લાવવા સહિત ટર્મિનલમાંથી એક્ઝિટની ઔપચારિકતાઓ પૂર્ણ કરવા પ્રસ્થાન તરફ આગળ વધવુ પડશે.અથવા ડૉમેસ્ટિક-ટુ-ડોમેસ્ટિક ટ્રાન્સફર ફેસિલિટીમાં જે મુસાફરો પાસે કનૈન્ટિંગ ફ્લાઇટનો બોર્ડિંગ પાસ છે. તેમણે એરપોર્ટ પહોંચતી વખતે ટ્રાન્સફર સાઇનબોર્ડને અનુસરવાનું રહેશે.

જે મુસાફરો પાસે કનેક્ટિંગ ફ્લાઇટ માટે બોર્ડિંગ પાસ નથી તેઓ એરલાઇનના અધિકારીનો સંપર્ક કરી તેને મેળવવાની પ્રક્રિયા કરી શકે છે. જો કનેક્ટિંગ ફ્લાઇટ પહેલાં પૂરતો સમય હોય તો મુસાફરો શોપીંગ, આલ્પાહાર અને રિલેક્સ થવાની સાથોસાથ એરપોર્ટ પર ઉપલબ્ધ વિવિધ સગવડોનો આનંદ પણ માણી શકે છે. આ સુવિધાથી એરલાઈન્સને પણ ન્યૂનતમ જોડાણ સમય (MCT) સાથે વધુ શહેરો સાથે જોડાવાનો લાભ થશે.

સમર્પિત સુરક્ષા વ્યવસ્થા, ડોમેસ્ટિક-ટુ-ડોમેસ્ટિક ટ્રાન્સફર સુવિધા, ક એરપોર્ટની સરળ અને ઉત્કૃષ્ટ પેસેન્જર અનુભવ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com