ગુડા દ્વારા ૫૦ હજાર આજીવન મેન્ટેનન્સ લીધું, હવે ગુડાએ હાથ ખંખેર્યા વ્યાજમાંથી ખર્ચ નીકળી જાય, તકલાદી મકાનો ૧૦ વર્ષ પછી રહેવા લાયક હશે ખરા?

Spread the love

ગુડા દ્વારા જે મકાનો, દુકાનો રાયસણ, કુડાસણ, ચિલોડા, અડાલજ ખાતે ૧૦ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યા હતા તે મકાનો કંડમ તો થઈ ગયા છે પણ મેન્ટેનન્સના અભાવે કલર પાણી, ગટરલીકેટથી લઈને ઇલેક્ટ્રીક વાયરીંગના કામોમાં પણ ગોબાચારી કરી છે ત્યારે દસ વર્ષ પહેલાં જે મકાનોની ફાળવણી થઈ તેમાં તેની અવધિ ૭ થી ૧૦ વર્ષની હતી દસ વર્ષના ગાળામાં મકાન વેચી શકાશે નહીં ભાડે આપી શકાશે નહીં આ તમામ નિયમો ગુડા દ્વારા કાઢવામાં આવ્યા હતા ત્યારે હવે દસ વર્ષ બાદ નવા નિયમો કાયદાઓ ઘરના ભુતડા ઓએ બહાર પાડ્યા હોય તેમ ફક્ત અને ફક્ત બિલ્ડરોનો ફાયદો જાેઈને ગુડાની પ્રજા પર કાયદો કર્યો છે, અને પ્રજાના પ્રશ્નોને ફક્ત વાયદામાં રાખ્યા છે, ગુડા દ્વારા જ્યારે મકાનોની ફાળવણી કરી ત્યારથી સાતથી દસ વર્ષ ગણવાના હતા હવે દસ વર્ષ બાદ ગુડા નવું તુત લાવ્યું કે દસ્તાવેજ પછી ૧૦ વર્ષ ગણવાના એટલે બિલ્ડરોનો માલ વેચાય, ગરીબોથી લઈને ઉડાવાસીઓને મકાન વેચવું કે પછી કોઈપણ ર્નિણય લેવો હોય તો ના લઇ શકે આ કાયદો અને નિયમો ફક્ત ગુડાવાસીઓ માટે જ કેમ? શું સરકાર દ્વારા આપેલા પ્લોટો કર્મચારીઓએ વેચ્યા નથી, કેટલા વેચાઈ ગયા, કેટલા દસ્તાવેજ પણ થઈ ગયા, ત્યારે દસ વર્ષ અવેધી પછી હવે નવા નિયમો તો લાવ્યા તેમાં જે મકાનો બંધ હાલતમાં છે ઘણા લોકો રહેવા નથી આવ્યા તો તે મકાનોનું પેમેન્ટ ભરેલ હોય અને દસ વર્ષ થઈ ગયા બાદ હવે બંધ મકાનને ગુડા સીલ મારશે, ત્યારે હવે ગુડા ને સીલ મારવા પબ્લિકમાં ઉહાપોહ રહ્યો છે.
મેયર, ચેરમેન, ડેપ્યુટી મેયર, આ સંદર્ભે ધ્યાન આપો ધારાસભ્ય ઉત્તર અને દક્ષિણ દ્વારા આ પ્રશ્ન પેચી દો હાથ ઉપર લેવા જેવો છેગુડાની માલિકી ૧૦ વર્ષ પછી મકાન રહીશની થઈ જાય ત્યારે ગુડ આ ફક્ત તોડબાજી કરવા નીકળીને બીજા દસ વર્ષનો ગાળો ફક્ત બિલ્ડરના લાભાર્થે લાવવા પ્રયત્ન કરી રહી છે, ગુડા દ્વારા ૫૦,૦૦૦ મેન્ટેનન્સ જે મકાનધારીએ ભર્યું તેમાં ગુડા પાસે ખંગલ મંગલ જેવું જ છે, એક સિક્યુરિટી સામે ચાર સિક્યુરિટી નો ખર્ચ બતાવીને હિસાબ કિતાબ સરભર કરી દેશે ત્યારે ગુડા પાસે અનેક અરજદારો મકાન મેન્ટેનન્સ ની માંગણી તથા રીપેરીંગ ની કરતા ગુડા હાથ અધ્ધર કરીને કહી દે છે, કે અમો તમને સોંપી દીધું તમારી માલિકી થઈ ગઈ હવે ગુડાનો રોલ નથી, અને દરેક મકાનના રહીશો મંડળી બનાવીને આવો એટલે હિસાબો બતાવીને માહિતી આપીએ ત્યારે એક બ્લોકમાં ૩૨ મકાનો છે ૫૦,૦૦૦ મેન્ટેનન્સ ગણીએ તો એક બ્લોકનો ૧૬ લાખ રૂપિયા લીધા કહેવાય ત્યારે ૧૦ થી ૧૨ બ્લોક હોય તો એક કરોડ ૯૨ લાખ થાય તો આ મેન્ટેનન્સ વ્યાજમાંથી ખર્ચ નીકળી જાય ત્યારે હવે જે મકાનોની અવધિ પૂર્ણ થઈ ગયા બાદ ગુડા દ્વારા હિસાબમાં પણ લોચા લાપસી બહાર નીકળવાની છે,
ગુડા દ્વારા જે મકાનો ફાળવ્યા બાદ પચાસ હજાર મેન્ટેનન્સ લીધું તેના હિસાબોમાં મોટો ગોટાળો ખર્ચનો આવશે જેમાં જે ખર્ચ બતાવશે તેમાં ગુડા નેકાંઈ વધારે આપવાનો નહીં નીકળે પણ એક કરોડ ૯૨ લાખના વ્યાજમાંથી બધું ચાલી શકે ત્યારે ગુડા દ્વારા જે મકાનો ૧૨ વર્ષ પહેલાં અડાલજ ચિલોડા ખાતે બનાવ્યા તે મકાનો અગાઉદિલ્હીની એક કંપની એમએસ કે પ્રોજેક્ટને કામ આપ્યું હતું તેમાં મકાનો બન્યા બાદ અનેક રહીશોની ફરિયાદો મકાનમાં પાણી પડવાથી લઈને ટાઇલ્સો ઉખડી ગઈ ઇલેક્ટ્રીક કામમાં ગોબાચારી પાણીની પાઇપલાઇનનો ગટરની પાઇપ લાઇનમાં વ્યવસ્થિત કામ ન કરતા મકાનોમાં ભેજ આવતા અનેક ફરિયાદોના ઢગ ખડકાયા હતા. આ ફરિયાદોને તો વાયદા કર્યા પણ સ્જીદ્ભ પ્રોજેક્ટના પાંચ કરોડ ગુડાએ કાપી લીધા હતા, ત્યારે તે રકમ પાંચ કરોડ હાલ ગુડાપાસે જમા છે, તો રાયસણ, અડાલજ, ચિલોડા ખાતે બનાવેલા મકાનોમાં એક લાખ ૯૨ હજાર મેન્ટેનન્સના ૫૦,૦૦૦ લેખે દરેક મકાનના રહીશોના જમા બાદ આ પાંચ કરોડનો હિસાબ પણ લેવો જરૂરી છે પાંચ કરોડ જમા હોય તે રહીશોને પણ ફાળવી દેવા જાેઈએ
મ્ર્ટ
રાયસણ, કુડાસણ, ચિલોડા ખાતે મકાનો બંધ, ફરિયાદો છતાં ગુડાએ કશું જ કર્યું નથી બાર બ્લોક હોય તો તેમાં એક બ્લોકમાં ૩૨ મકાન આવે ત્યારે ૩૨ મકાનનો પચાસ હજાર લેખે ૧૬ લાખ થાય, ત્યારે ૧૨ બ્લોકના ગણીએ તો એક કરોડ ૯૨ લાખ તો આ રકમ વ્યાજમાંથી મેન્ટેનન્સ ખર્ચ નીકળી જાય,
ગુડાના મકાન બન્યા ત્યારે આ મકાનોમાં પાંચ વર્ષની ગેરંટી, વોરંટી અને મેન્ટેનન્સ કંપનીના શિરે હતો, જે કંપની મેન્ટેનન્સમાં ફેલ થતા ગુડા દ્વારા પાંચ કરોડ કાપી લીધા હતા, ત્યારે આ પાંચ કરોડ પણ જનતાનો પૈસો છે, ગુડા દ્વારા કોઈ જ મેન્ટેનન્સ કરવામાં આવ્યું નથી, પ્રજાને તેમના હાલ ઉપર છોડી દીધી છે, તકલાદી મકાનોના ૧૦ વર્ષ થયા હવે ગુડાની નવી પોલીસી તેમાં દસ્તાવેજ પછી દસ વર્ષ ગણવા એટલે ૨૦ વર્ષ બાદ મકાનની મુદત પૂર્ણ અને મકાનને તોડી નાખો મકાનો પછી રી ડેવલોપમેન્ટમાં નાખવાનો એકપ્લાન પણ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com