કેન્યાની એક શાળામાં 100થી વધુ વિદ્યાર્થિનીઓ અચાનક ઝોમ્બીની જેમ ચાલવા લાગી હતી. વિદ્યાર્થીનીઓના આ વિચિત્ર વર્તનને કારણે સાવચેતીના પગલારૂપે શાળા બંધ કરવી પડી હતી. આ ઘટના કેન્યાના સેન્ટ થેરેસા સ્થિત અરેગી ગર્લ્સ હાઈસ્કૂલમાં બની છે. કહેવામાં આવી રહ્યું છે કે તમામ વિદ્યાર્થીનીઓ અચાનક એક રહસ્યમય બીમારીનો શિકાર બની ગઈ હતી.મળતી માહિતી મુજબ રહસ્યમય બીમારીને કારણે વિદ્યાર્થીનીઓના પગ લકવાગ્રસ્ત થઈ ગયા હતા.
આફ્રિકા ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે હાલમાં આ રોગના ચોક્કસ કારણો વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.કેન્યાની સરકાર આ મામલે તપાસ કરી રહી છે.
સેન્ટ થેરેસા આર્ગી હાઈસ્કૂલની આ છોકરીઓ છેલ્લા કેટલાક અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ છે. એક વિચિત્ર બીમારીને કારણે આ યુવતીઓના શરીરનો નીચેનો ભાગ સંપૂર્ણ રીતે લકવા ગ્રસ્ત થઈ ગયો છે.
VIDEO: A significant number of students from St. Theresa's Eregi Girls High School in Kenya have been admitted to the hospital due to an unexplained ailment. The majority of these girls are reportedly experiencing paralysis in their legs, leaving them incapable of walking. #kenya pic.twitter.com/1sPuMbIzPH
— Prince Carlton 🇺🇸 (@_PrinceCarlton_) October 5, 2023
સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે છોકરીઓના પગ અચાનક જ સુન્ન અને સ્થિર થઈ ગયા હતા. કેન્યાના સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી ક્લિપમાં છોકરીઓ લંગડાતા ચાલતી જોઈ શકાય છે.
કાકામેગા કાઉન્ટી હેલ્થ સીઈસી બર્નાર્ડ વેસોંગાએ પત્રકારોને જણાવ્યું હતું કે અજાણ્યા રોગનું કારણ સમજવા માટે છોકરીઓના લોહી, પેશાબ અને સ્ટૂલના નમૂના લેવામાં આવ્યા છે. આને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ઘટના બાદ શાળાને અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવી છે.
ઝોમ્બી એક વાયરસ છે, જેનો શિકાર બન્યા પછી વ્યક્તિ માનસિક નિયંત્રણ ગુમાવી બેસે છે. તેની ક્રિયાઓ બદલાય છે. ક્યારેક વ્યક્તિ માનવભક્ષી બની જાય છે. હોલીવુડમાં ઝોમ્બિઓ પર ઘણી ફિલ્મો બની છે.