ગરમી સાથે અનેક વાવાઝોડા આવવાની શક્યતા : અંબાલાલ પટેલની આગાહી

Spread the love

રાજ્યમાંથી હવે ચોમાસાની વિદાય થઇ ગઇ છે. ત્યારે હવામાન શુષ્ક બનતું જઇ રહ્યુ છે. વાતાવરણમાંથી પણ ભેજનું પ્રમાણ ઓછું થઇ રહ્યુ છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, ઓક્ટોબર મહિનામાં અનેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે ઉત્તર ભારતમાં હિમ વર્ષા થશે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે, ગરમી સાથે અનેક વાવાઝોડા આવવાની શક્યતા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ કે, દક્ષિણ ચીન તરફ એક સાયક્લોન બન્યું છે જે તાઇવાનના ભાગથી બંગાળના ઉપસાગરમાં આવશે. જેના કારણે આ સિસ્ટમ ફરી બંગાળના ઉપસાગરમાં ફરી હલચલ મચાવી શકે છે. જેથી 10મી ઓક્ટોબરની આસપાસ બંગાળના ઉપસાગરમાં ફરી ચક્રવાતનું એંઘાણ છે. આ સાથે અરબ સાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. આ સિસ્ટમ 10થી 12 ઓક્ટોબરમાં ફરી અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય બનીને મજબૂત થઇ શકે છે.

આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ છે કે, શિયાળામાં વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં હિમ વર્ષા થાય છે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર પણ થતી હોય છે. ત્યારે 9 ઓક્ટોબર સુધીમાં મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. તે પછી પણ મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. એેક પછી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં કરા સાથે વરસાદની શક્યતા રહેશે. જેના કારણે ગુજરાતમાં 8 ઓક્ટોબર સુધીમાં વાદળો આવશે અને કદાચ વરસાદ પણ થઇ શકે. જોકે, વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે આ વખતે ઉત્તર ભારતમાં બરફ વર્ષા થવાથી ઠંડી વહેલી આવી શકે છે.

અંબાલાલ પટેલએ એમ પણ જણાવ્યું કે, સવારે અને રાત્રે ઠંડા પવનો ફંકાઇ રહ્યા છે. એટલે આ વખતે ચોમાસું પાછળ જઇ શકે છે. જેથી વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે ઠંડા પવનો વહેલા આવી શકે છે. હમણા ગરમીમાંથી મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન ઘટતા અને પવન રહેતા ગરમીમાં ઘટાડો થશે. બપોરના ભાગમાં ગરમી રહેશે અને બેવડી ઋતુનો અહેસાસ થશે. જેથી લોકોએ કાળજી રાખવી જોઈએ.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ કે, દક્ષિણ ચીન તરફ એક સાયક્લોન બન્યું છે જે તાઇવાનના ભાગથી બંગાળના ઉપસાગરમાં આવશે. જેના કારણે આ સિસ્ટમ ફરી બંગાળના ઉપસાગરમાં ફરી હલચલ મચાવી શકે છે. જેથી 10મી ઓક્ટોબરની આસપાસ બંગાળના ઉપસાગરમાં ફરી ચક્રવાતનું એંઘાણ છે. આ સાથે અરબ સાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. આ સિસ્ટમ 10થી 12 ઓક્ટોબરમાં ફરી અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય બનીને મજબૂત થઇ શકે છે.

અંબાલાલ પટેલે જણાવ્યુ કે, 15 ઓક્સટોબરની આસપાસ હિમાલયના ભાગોમાં બરફ પડવાની શરૂઆત થશે. સાતમી ઓક્ટોબરે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટબન્સ આવી શકે છે. જેમા કચ્છથી પાકિસ્તાનના ભાગોમાં એન્ટિ સરક્યુલેશન બનશે. જેના કારણે 10મી ઓક્ટોબર સુધીમાં ચોમાસું રિટર્ન થશે. આ ગતિવિધિના કારણે ઉત્તર પશ્ચિમ ભારતમાં ફરીથી વરસાદ થવાની શક્યતા છે. આના કારણે દક્ષિણ રાજસ્થાન અને ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com