ગુજરાતના રાજકારણમાં સૌથી વધારે મહિલાઓ જાેડાઈ તેમાં સૌથી મોટો હરણફાળો રહ્યો હોય તો તે આનંદીબેન પટેલનો છે, પાવરફુલ મહિલા કહી શકાય ત્યારે ગુજરાતમાં મહિલા સશક્તિકરણનાં અભિયાનની વાત નીકળે તો એક નેતાનું નામ અચૂક રીતે આવી જાય છે અને તે નામ છે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને હાલ ભારત દેશના સૌથી મોટા રાજ્ય યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલનું. આનંદીબેન પટેલ તાજેતરમાં સુરતની મુલાકાતે આવ્યા હતા. સુરતની મુલાકાત દરમિયાન આનંદીબેન પટેલે પુત્રી અનાર પટેલના એક્ઝિબિશનનું ઉદ્ધાટન કર્યું.એરપોર્ટ પર મેયર દક્ષેણ માવાણી, પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા અને સુરતના ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા સહિત ભાજપના કાર્યકરોએ આવકાર્યા હતા.આનંદીબેન પટેલની આ સત્તાવાર યાત્રા હતી. સ્ટેટ ગેસ્ટનો દરજ્જાે હતો. નામી નેતાઓ તેમને મળ્યા હોય એવું જાણવા મળતું નથી. આનંદીબેન પટેલ ગુજરાત સરકારમાં ૧૯૮૭થી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સભ્ય રહ્યા છે. તેઓ ૨૦૦૨થી ૨૦૦૭ સુધી શિક્ષણ વિભાગમાં કેબિનેટ મંત્રી હતા. બાદમાં નરેન્દ્ન મોદી વડાપ્રધાન બનતા આનંદીબેને ગુજરાતમાં સત્તાના સૂત્રો હાંસલ કર્યા હતા અને ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. તેમણે ૭ ઓગસ્ટ ૨૦૧૬ સુધી પોતાનો પદભાર સંભાળ્યો હતો.મોદીકાળની ૧૩ વર્ષની આભાને જાળવી રાખવાનો મોટો પડકાર હતો અને આનંદીબેને મોદીકાળની આભાને બરકરાર રાખવાનું કામ કર્યું. કમનસીબે પાટીદાર આંદોલન થયું. પાટીદાર આંદોલનમાં પણ આનંદીબેનની મુત્સદ્દીગીરીથી સમગ્ર મામલાને હળવે હાથે ઉકેલીને ગુજરાતને એક મોટી વિપદામાંથી બહાર કાઢવાની કૂનેહ આનંદીબેને દર્શાવી હતી. બ્યુરોક્રેટ્સ પર તેમની પકડ, હાક, ધાક અને શાખની ચર્ચા સતત થતી રહી છે અને આજે પણ થાય છે.આનંદીબેનના શાસનકાળને નેવર બિફોર, એવર આફટર( ન ભૂતો, ન ભવિષ્યતિ) જેવો ગણવામાં આવે છે. મહિલા સશક્તિકરણ ઉપરાંત આદિવાસી વિસ્તારોમાં કુપોષણ સામેના જાગૃતિ અભિયાનમાં આનંદીબેનની આગેવાની હેઠળની સરકારે અનેક સીમાસ્તંભો અંકિત કર્યા હતા. તેઓ ગુજરાત ભાજપના અતિ મહત્વના નેત્રી (મહિલા નેતા, મહિલા આગેવાન) બન્યા. માત્ર યુપી જ નહીં તેમણે મધ્યપ્રદેશ, છત્તીસગઢના રાજ્યપાલ તરીકેનો વધારાનો હવાલો પણ સંભાળ્યો હતો.ઘણાને ખબર નહીં હોય કે આનંદીબેન પટેલની રાજકીય યાત્રા ૧૯૮૭માં કેવી રીતે શરુ થઈ હતી. બન્યું હતું કે ૧૯૮૭માં આનંદીબેન પટેલ શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહ્યા હતા. ૧૯૮૭ આનંદીબેન પટેલની રાજનૈતિક સફર એક સ્કૂલ પિકનિક દરમિયાન શરૂ થઈ. જ્યારે તેમણે સરદાર સરોવર જળાશયમાં ડૂબી રહેલી બે છોકરીઓને બચાવવા માટે પાણીમાં છલાંગ લગાવી દીધી હતી. જે બદલ તેમને રાષ્ટ્રીય વિરતા પુરસ્તારથી સન્માનિત કરાયા હતા.આનંદીબેન પટેલની વિરતાથી પ્રભાવિત થઈ ભાજપની ટોચની નેતાગીરીએ આનંદીબેન પટેલને પાર્ટીમાં સામેલ થવા સુચવ્યું.