કોઈપણ સમાજ હોય પણ કામ કરતો હોય સમાજને સાથે રાખીને ચાલતા હોય અને સમાજનો બોલ જીલતો હોય તેવા કોઈ પણ વ્યક્તિને ભીડ ભેગી કરવી અને તેનું સન્માન કરવું ખૂબ જ સરળ હોય છે, કામમાં એક્કો હોય એટલે હજારો લાખોની સંખ્યા આવે જ, ત્યારે હંમેશા સેવાના કાર્યોમાં પહેલી આંગળી ઊંચી રાખનારા ઘનશ્યામભાઈ મોડના સમારંભમાં ગુજરાત તથા રાજસ્થાનથી લોકો તેમના સમારંભમાં ઉપસ્થિત રહેવા આવ્યા હતા.gj-૧૮ ખાતેના મહારાષ્ટ્ર સમાજ ભવન સેક્ટર-૨૧ ખાતે રવિવાર તારીખ ૫-૧૦-૨૩ ના રોજ યોજાયેલ સમારંભમાં હોલફૂલ ભરાઈ ગયો હતો ત્યારે અખિલ ગુજરાત ચારણ ગઢવી સમાજ ટ્રસ્ટ ગાંધીનગર આયોજિત અખિલ ભારતીય ચારણ (ગઢવી) મહાસભાના ગુજરાત પ્રદેશના નવનિયુક્ત અધ્યક્ષ ઘનશ્યામભાઈ મોડ નો સન્માન સમારંભ યોજાયો હતો, ત્યારે મોટી સંખ્યામાં શુભચિંતકો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે અધ્યક્ષ શ્રી સીડી દેવલ અતિથિ વિશેષ ઓમકારસિંહ લખાવત, પુષ્પદાનજી ગઢવીભીખુદાન ગઢવી, અંબાલાલ રોહડીયા, ગીરીશભાઈ આપા, સોનલ ટ્રસ્ટ જુનાગઢ પધાર્યા હતા, અને કાર્યક્રમમાં ભીડ તથા શુભચિંતકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.
આ પ્રસંગે ઘનશ્યામભાઈ મોડ દ્વારા સમાજને એકતાંતણે બાંધીને અનેક વિકાસના સમાજ માટે કામો કર્યા છે, અને કરવાના છે અન્ય નાના સમાજાે છે તેમને જગ્યા પ્લોટ મળ્યા છે ત્યારે ગઢવી સમાજને પણ મળે તે માટેના પ્રયત્નો હશે આ પ્રસંગે સૌજન્ય મુકેશ દાન વીઠું તથા ટ્રસ્ટના ઉપપ્રમુખ રવિદાનજી મોડ, મહામંત્રી નરહરદાન ગઢવી, પ્રમુખ સમર્થ દાનવી ઝુલા, સહમંત્રી મનહરદાન ડી ગઢવી, ખજાનચી અજીતદાન ગઢવી, ટ્રસ્ટી પ્રભુદાન ગઢવી, વસંતદાન ગઢવી, પ્રવિણદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા ટીમે જે મહેનત કરી હતી તેમનો પણ ઘનશ્યામભાઈ દ્વારા આભાર માન્યો હતો.