GJ-18 ખાતેના ગ-૧ પાસેના આરટીઓ સર્કલ પાસે આખો દિવસ પાણી ચાલુ રહેતા રહીશો અને વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે, ત્યારે વાહન સ્લિપ થવાના પણ બનાવો બનવા પામેલ છે ત્યારે આજુબાજુ લારી ગલ્લા ધારકો, ઝૂંપડા વાસીઓ દ્વારા સર્કલમાંથી પાણી ભરી જતા અને નળને નુકસાન કરતા પાણી ૨૪ કલાકચાલુ રહેતા રોડ રસ્તા પર ભાદરીયા તાપમાં વરસાદી માહોલ જેવો ઘાટ સર્જાયો છે, ત્યારે તાત્કાલિક બંધ કરાવવું જરૂરી હોવાનું રહીશો જણાવી રહ્યા છે. વાહન સ્લીપ ખાઈ જાય અથવા આકસ્મિક ઘટના બને તો જવાબદારી કોની? ત્યારે તંત્રો દ્વારા એક બાજુ જળ એ જીવન જળ બચાવો, અને અહીંયા વહી રહેલું જળને નગરજનો બચાવવા ફોનો કરી રહ્યા છે, તે તંત્ર જાગતું નથી.