રાજ્યમાં આજે મંગળવાર અમંગળ સાબીત થયો, અકસ્માતની ત્રણ ઘટનામાં 13નાં મોંત

Spread the love

રાજ્યમાં આજે અકસ્માતની ત્રણ ઘટના સામે આવી છે, જેમાં ૧૩ લોકોનાં મોત થયાં છે. દાહોદમાં રિક્ષા અને ટ્રક વચ્ચે ટક્કર થતા ૬ લોકોનાં મોત નિપજ્યાં છે, જ્યારે સુરેન્દ્રનગરમાં ટ્રક અને કાર અથડાતાં ૫ લોકો મોતને ભેટ્યા છે. જ્યારે જામનગરમાં બે કાર વચ્ચે ટક્કર થતા દંપતીનું મોત થયું છે. રાજ્યમાં આજે મંગળવાર અમંગળ સાબીત થયો છે.

દાહોદમાં ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં ૬ લોકોના મોત થયા છે. પ્રાથમિક વિગત મુજબ ગરબાડા તાલુકામાં રહેતો પરિવાર રાજકોટ મુકામે રોજી રોટી અર્થે ગયો હતો. જે બાદ આજે સવારે વતનમાં પરત ફર્યા હતા. ત્યારે સવારે દાહોદમાં બસમાથી ઉતર્યા બાદ ગામડે જવા રિક્ષામાં બેઠા હતા. તે દરમિયાન એક ટ્રકે રિક્ષાને અડફેટે લેતા એક જ પરિવારના ૬ લોકોના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જેને પગલે પંથકમાં શોકની કાલિમાં છવાઈ ગઈ છે.બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારે અકસ્માતની ઘટના સામે આવી છે.


જેમાં ૫ વ્યક્તિના મોત થયા છે. લખતર તાલુકાના ઝામર ગામના પાટિયા પાસે આઈસર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે બે લોકોના સારવાર દરમિયાન મોત થતા અકસ્માતમાં કુલ પાંચ લોકોના મોત થયા છે.
જામનગરના ચંગા નજીક ચંદ્રગઢ રોડ પર બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં કારમાં સવાર પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ત્રણ લોકોને ગંભીરઈજા પહોંચી હતી. જેથી ઈજાગ્રસ્તોને જામનગરની જી.જી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com