GJ-18 હવે ન્યુ વાવોલ નો વિકાસ થઈ રહ્યો છે એક સમયે વાવોલને વેરાન કરનારા હવે ‘‘વોલ સ્ટ્રીટ’’ કરી રહ્યા છે, જાેવા જઈએ તો રેલવે સ્ટેશન, મહાત્મા મંદિરથી લઈને વાવોલ પણ મોટા મોલો બનતા હવે ધમાકેદાર વિકાસની ગતિ પકડી છે, આવનારા દિવસોમાં વાવોલનું તળાવ બીજું કાંકરિયા અને વસ્ત્રાપુરનું તળાવ બનશે લોકો માટે પિકનિકનું સ્થળ બને તો નવાઈ નહીં, ત્યારે ન્યુ વાવોલ ખાતે રહેતા ગોકુલધામ ફ્લેટના રહીશો દ્વારા ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલની શુભેચ્છા મુલાકાત લઈને પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી.વધુમાં મુલાકાત દરમિયાન નવીન સોસાયટી હોવાથી જરૂરિયાત વધુ હોય ત્યારે ડેપ્યુટી મેયર દ્વારા સાઉન્ડ સિસ્ટમ, તિજાેરી, ભજન કીટ વિગેરે ગ્રાન્ટમાંથી આપવાની જાહેરાત કરી હતી, આ પ્રસંગે પ્રમુખ રતુભા ચાવડા તથા કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
GJ-18 વાવોલ ખાતેના ગોકુલધામના રહીશોએ ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ સમક્ષ પડતર પ્રશ્નોની રજૂઆત કરી
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments