દુનીયામાં કોરોના બેફામ બની ગયો છે, ત્યારે ઘણીવાર નાના ગામડાઓમાં વાહન-વહીકલની અસગવડ પડતી હોય છે, ત્યારે ઘણીવાર દવાખાનું મોટા જીલ્લામાં હોવાથી ગ્રામ્ય વિસ્તારોના લોકો ભારે હાલાકી વેઠતા હોય છે. સૌરાસ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ શહેર, ગોડલ, જેતપુર સહિતના વિસ્તારમાં કેસની સંખ્યા ખૂબ વધારે છે. ગોંડલ પંથક (Gondal Taluka)માં કોરોનાના દર્દી (Corona Palients paa aua uè રાજકોટ ખસેડવામાં આવે છે. આવું કરવામાં સૌથી મોટી મુશ્કેલી એ બ્યુલન્સ ન મળતી હોવાની હતી ગોંડલના મહારાજા જ્યોતિન્દ્રસિંહજી અને યુવરાજ હિમાંશુસિંહજીને કાને આ વાત પડી હતી જે બાદમાં તેઓએ પોતાની કાર આરોગ્ય તંત્રને આપી દીધી હતી.
ગોંડલ શાસક પક્ષના નેતા તરફથી મહારાજા અને યુવરાજને માલુમ પડ્યું હતું કે, એ બ્યુલન્સ ન હોવાને કારણે ઘણી તકલીફ પડી રહી છે. બાદમાં તેઓએ અલગ અલગ કંપનીમાં પૂછપરછ કરી હતી અને એબ્યુલન્સ માટે કેટલું વેઇટિંગ છે તે કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે તાત્કાલિક કાર મળી શકે તેમ નથી એટલે તેઓએ પોતે જે કારનો ઉપયોગ કરતા હતા તેની ચાવી આરોગ્ય તંત્રને આપી દીધી હતી સાથે જ આ કારને એબ્યુલન્સમાં ફેરવવાનું જણાવ્યું હતું. આ સાથે જ કોઈ મુશ્કેલી પડે તો તેમાં પણ મદદ કરવાની ખાતરી આપી હતી.
ગોંડલમાં એમ્બ્યુલન્સ ને કારણે કોરોનાના કોઈ દર્દીઓ મુશ્કેલી ન પડે તે માટે વર્તમાન મહારાજા જ્યોતિન્દ્રસિંહજીએ પોતાની ઇનોવા કારને ડેપ્યુટી કલેકટરને અર્પણ કરી દીધી હતી. આ રીતે પ્રજા પર સંકટ આવ્યું છે ત્યારે ગોંડલની રાજવી પરિવાર તેમની હારે આવ્યો છે. રાજવી પરિવારના આ કાર્યની ચારેતરફ ખૂબ પ્રશંસા થઈ રહી છે. નોંધનીય છે કે પૂજા અને દેશ પર જયારે જયારે મુશ્કેલી આવી છે ત્યારે ગોંડલના રાજવી પરિવારે અવાય પોતાનો સહકાર આપ્યો છે.
1934 ના બિહારમાં આવેલા વિનાશક ભૂકંપ હોય કે પછી ક્વેટામાં આવેલો ધરતીકંપ હોય, ગોંડલ પરિવાર તરફથી આવી આફતમાં એક-એક લાખ રૂપિયાની સહાય કરવામાં આવી હતી એવુલન્સ અર્પણ કરવાની કાર્યકમમાં ગોંડલ યુવરાજ હિમાં શૂસિહજી, ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા નપા પ્રમુખ અશોકભાઈ પીપળીયા સહિતના નેતા તેમજ ગોંડલ તાલુકા મામલતદાર, પોલીસ ઇન્સ્પેકટર અને આરોગ્ય વિભાગના ડૉકટર હાજર રહ્યા હતા.