રાજયમાં હવે લગ્ન કરવાની લાલચ અને લોકોને ઉઠા ભેરવીને પૈસા પડાવતી ગેંગ સક્રીય થઈ ગઈ છે, ત્યારે 50 હજારથી લઈને 1 લાખમાં લગ્ન કરાવ્યા બાદ અઠવાડીયામાં ઘરમાં જે સોનું-ઝ્વેલરી, રોકડ લઈને પલાયન થઈ ગયેલી ગેંગ ગુજરાત રાજયમાં અનેક જગ્યાએ તરખાટ મચાવ્યો છે. ત્યારે લૂંટેરી દુલહને હવે સૌરાસ્ટ્રમાં દબદબો વધારી દીધો છે. ત્યારે જુનાગઢની એક યુવતી દ્વારા પોતાની માતા તથા કથિત દલાલ જેવા એક શખ્સની મદદથી કેટલાક યુવાનને લગ્ન અંગેની મોહજાળમાં ફસાવી અને વિશ્વાસપાત તથા ઠગાઈ જવા આ બનાવનો વધુ એક કિસ્સો પોલીસ જાહેર થયો છે. આ અંગે વધુ એક પ્રકરણમાં પોલીસ દફતરે જાહેર થયેલી વિગતો મુજબ દેવભૂમિ દ્વારકા જિલલાના ભાણવડ તાલુકાના જામ રોજીવાડા ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા કમલેશભાઈ ગોવાભાઈ સગર નામના બેતાલીસ વર્ષના એક યુવાનનાં લગ્ન આજથી આશરે સાતેક વર્ષ પહેલા ઈશ્વરીયા ગામની એક યુવતી સાથે થયા હતા કમલેશભાઈના પત્ની માનસિક રીતે બીમાર હોય તેણી સાથે કમલેશભાઈએ એકાદ વર્ષ પહપ્લાં છુટાછેડા લઈ લીધા હતા. આટલું જ નહી, કમલેશભાઈના માતા પણ પાંચેક વર્ષ પહેલા અવસાન પામ્યા હતા, આમ, માતા તથા પાણી વગર કમલેશભાઈ પોતાના પિતા સાથે રહેતા હતા. આ પરિસ્થિતિમાં ગત તારીખ 5 ઓગસ્ટના રોજ કમલેશભાઈના જાણીતા અને ગોપ ગામના રહીશ ઈશાભાઈ નામના એક વ્યકિતએ તેમની વાડીએ આવીને કહેલ કે – “તમારા માટે જુનાગઢ ખાતે એક છોકરી છે જો તમારે લગ્ન કરવાના હોય તો પૈસા આપવા પડશે -જેથી કમલેશભાઈએ ણ પાડતા તરત જ ઈશાભાઈ એ જુનાગઢથી ધયા તથા પરિવારને બોલાવી લીધા હતા. જુનાગઢથી આવેલી ધયા સંગીતાબેન તથા તેના માતા નર્મદાબેન ૧ ઉપરાંત તેઓ સાથે સાત વર્ષનો એક છોકરો પણ હતો જેની પૂછપરછમાં સંગીતાના માતાએ જણાવ્યું હતું કે સંગીતાના અગાઉના લગ્ન દરમિયાન થયેલા ફટાછેડા પહેલાના આ બાળકને તમારે સાચવવાનો રહેશે. જે અંગેની સંમતિ બાદ આ સંબંધ એક-બીજાને પસંદ હોવાથી છોકરી ના માતા નર્મદાબેન રૂપિયા 60 હજાર લઈને ફુલહર વિધિ કરવાનું નક્કી કર્યુતું. આમ આ સંબંધ નક્કી થતાં મોટરકારમાં ભાણવડ નજીક ના ઈન્ડેશ્વર ખાતે કમલેશભાઈ તથા સંગીતાના લગ્ન તેણીની માતા તથા કમલેશભાઈના મિત્ર વિગેરેની ઉપસ્થિતીમાં રૂપિયા 60,000 આપીને કરવામાં આવ્યા હતા આ દરમિયાન “હવે સગીતા બે દિવસ પછી પાછી આવશે જ્યારે આપણે સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરી લઈશું ” તેમ નક્કી કરી ઈશાભાઈએ બન્નેના નામથી રૂપિયા 200-200 ના સ્ટેપ લઈને રવાના થયા હતા. આ દરમિયાન કમલેશભાઈને ધ્યાનમાં આવ્યું હતું કે સંગીતા દ્વારા વેરાવળ ગામના રહીશ પરેશભાઈ પરમાર સાથે પૈસા લઈ અને લગ્ન કર્યા પછી તેમની સાથે છુટાછેડા લીધા વગર વિશ્વાસઘાત અને ઠગાઈ કરી, તેની સાથે લગ્ન કરવા જઈ રહી છે, નથી આ સમગ્ર પ્રકરણ પોલીસ દફતરે પહોંચ્યું હતું અને ભાણપ્રિડ પોલીસે સંગીતા, તેના માતા નર્મદાબેન તથા ઈશાભાઈ સામે આઈ પી સી કલમ 12(બી), 400, તથા 495 મુજબ ગુનો નોંધી આગળની તપાસ ભાણવડના પી બેસ.આઈ એય આર હેરભા એ હાથ ધરી, આરોપીને ઝડપી લેવા વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. લગ્ને લગ્ને કુંવારા અને લુટેરી દુલ્હન જેવા આ કિસ્સામાં ભારે ચકચાર પ્રસરાવી છે.