GJ-18 નવરાત્રિમાં અસામાજિક તત્વોનો ખેલ પાડવા ગરબા ગ્રાઉન્ડમાં મહિલા પોલીસ પણ ખેલૈયા સાથે ગરબે ઘૂમશે, બારના ટકોરે ગરબા બંધ કરવા પડશે

Spread the love

નવરાત્રિની ઉજવણી દરમિયાન અસામાજિક તત્વોને કાબૂમાં રાખવા અને સલામત પાટનગરની ઓળખ જાળવી રાખવા માટે પોલીસે આગોતરું આયોજન કરી લીધું છે. રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને ગરબા આયોજકો વચ્ચેની બેઠકમાં ટ્રાફિક જામ નિવારવાથી માંડીને ગુનાખોરી રોકવા માટે વ્યૂહરચના ઘડવામાં આવી છે. ખાનગી પાર્ટી પ્લોટ અને ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓની સાથે પોલીસની શી ટીમ પણ ચણિયાચોળી પહેરી ગરબે ઘૂમશે. ગરબા ગ્રાઉન્ડથી માંડીને નજીકના અંતરિયાળ વિસ્તારોમાં પોલીસ સાદા ડ્રેસમાં ફરતી રહેશે.

નવરાત્રિ મહોત્સવ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવે કહ્યું કે, ગાંધીનગરમાં ગરબાના આયોજકો સાથે બેઠક રાખવામાં આવી હતી. આ બેઠક દરમિયાન ગરબા આયોજકોએ તેમની સમસ્યાઓ અંગે ખુલીને વાત કરી છે અને પોલીસને સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી. આયોજકો સાથે ચર્ચા બાદ નવરાત્રિ દરમિયાન સલામતી બંદોબસ્તનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.

આ કામગીરીમાં પોલીસની શી ટીમ, સ્થાનિક પોલીસ સ્ટેશનો, એસઓજી-એલસીબી સહિતની એજન્સીને જવાબદારી સોંપવામાં આવી છે. પોલીસની અલગ-અલગ ટીમ પરસ્પર સંકલનમાં રહીને અલગ-અલગ કામગીરી હાથ ધરશે. ગરબા ગ્રાઉન્ડ પર અનિચ્છનિય ઘટના નિવારવા માટે પોલીસની શી ટીમની મહિલાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓની સાથે ગરબે ઘૂમશે. તેમની સાથે પોલીસનો સ્ટાફ પણ સાદા ડ્રેસમાં પેટ્રોલિંગ કરતો હશે. શંકાસ્પદ વ્યક્તિ કે ઘટના નજરે પડે તો તાત્કાલિક પોલીસની ટીમ કાર્યવાહી હાથ ધરશે અને ગરબામાં ખલેલ ન પડે તેનું ધ્યાન રાખશે.

ગાંધીનગરના સૌથી મોટા ગરબા સેક્ટર-11 ખાતે યોજાવાના છે. આ ઉપરાંત ન્યૂ ગાંધીનગરના ગ્રાઉન્ડ પર પણ ગરબા યોજાવાના છે. આ ગરબામાં હજારો ખેલૈયાઓ અને નાગરિકો ઊમટી પડવાના છે. ખાસ કરીને સેકટર-11ના ગરબામાં ગાંધીનગર બહારના લોકો પણ મોટી સંખ્યામાં ઊમટી પડશે.

પથિકાશ્રમ અને ગરબા ગ્રાઉન્ડની વચ્ચેના વિસ્તારમાં અગાઉ લૂંટ, હુમલા જેવી ઘટનાઓ નોંધાયેલી છે. તેને ધ્યાને રાખીને ઓછી અવર-જવર ધરાવતા આ વિસ્તારમાં વિશેષ ધ્યાન આપવામાં આવશે. રેન્જ આઈજીએ જણાવ્યું હતું કે, ગરબા ગ્રાઉન્ડની આસપાસના વિસ્તારોમાં પણ પોલીસ સતત ફરતી રહેશે. ખાનગી ગરબા આયોજકોએ ફાયર સેફ્ટીના પૂરતા સાધનો રાખવાની ખાતરી આપી છે. નવરાત્રિ દરમિયાન ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે.

આ સમસ્યા દૂર કરવા માટે પોલીસ દ્વારા કેટલાક રોડને વન વે કરવા અને નો-એન્ટ્રી, નો પાર્કિંગ જેવા નિયમો નક્કી કરાયા છે. પોલીસની એક ટીમ સતત ટ્રાફિક નિયમન કરશે. આ ઉપરાંત અન્ય ટીમો ખાનગી તથા સરકારી વાહનોમાં પેટ્રોલિંગ કરશે. ગરબા ગ્રાઉન્ડની નજીકના વિસ્તારોમાં સતત ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાશે. નવરાત્રિના પવિત્ર ઉત્સવને લાંછન લગાડતા દારૂડિયાઓને રંગેહાથ ઝડપી લેવા પોલીસ દ્વારા બ્રેથ એનલાઈઝરની મદદ લેવામાં આવશે. શંકાસ્પદ વાહનો, નંબર પ્લેટ વગરના વાહનોની ચકાસણીના આદેશ અપાયા છે. આ ઉપરાંત ગાંધીનગરમાં લાગેલા તમામ સીસીટીવી ચેક થઈ રહ્યા છે અને કંટ્રોલ રૂમમાંથી લાઈવ અપડેટ આપવા નેત્રમની ટીમને સજ્જ કરાઈ છે. સરકારે નિયત કરેલી સમયમર્યાદા મુજબ રાત્રે 12 સુધીમાં ગરબા બંધ નહીં થાય તો આયોજકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com