*વિદેશમાં રહેતા ઇઝરાયેલીઓને શનિવારે સવારે તેમના પરિવારોના સંદેશાઓ અને ફોન પર સમાચાર મળતા જ ઘરે પાછા ફરવા ફ્લાઇટ્સ બુક કરવાનું શરૂ કર્યું.*
*તેમના એક જ ઉદગારો : તેમના દેશ પર હુમલો થયો છે. તેમને પાછા ફરવુ જોઇએ.*
*”મારા દેશવાસીઓ જોખમમાં છે અને હુ તેમને મદદ કરી શકતો નથી?” આ વિચાર સાથે યુદ્ધમાં જોડાવવા માટે બેગ તૈયાર કરી રહેલ સાત મહિનાની પુત્રી અને પત્ની સાથે છેલ્લા ચાર વર્ષથી અમેરિકામાં રહેતા ૩૧ વર્ષીય યોતમ અબ્રાહમીના આ શબ્દો છે.*
*શ્રી અબ્રાહમીએ વન-વે પ્લેન ટિકિટ પર લગભગ $2,000 ખર્ચી ટીકીટ લેનાર શ્રી અબ્રાહમીએ જણાવ્યુ કે હુ રવિવારે ઈઝરાઈલ પહોંચી મીલટરી બેઝ પર રીપોર્ટ કરીશ અને તેઓ મારી જયા પણ જરૂર છે ત્યા મોકલશે ત્યાં પંહોચી યુધ્ધમાં જોડાઈ જઈશ.*
*એજ સમયે તે તેના બીજા મિત્રને પણ મેસેજ કરી રહ્યો હતો જે દુબઈથી ઘરે પાછા જવાની તૈયારી કરી રહ્યો હતો.*
*આને કેહવાય દેશપ્રેમ …*