પહેલાના જમાનમાં સ્ત્રી, પુરુષનું માન જળવાતું હતું, હવે તે રહ્યું નથી, ત્યારે ઘણીવાર સ્ત્રીઓને માર માર્યા હોય તેવા અસંખ્ય બનાવો સાંભળવા મળી રહ્યા છે, ત્યારે અહિયાં ઉલટીગંગા હોય તેમ પતિને કપડાં ધોકાથી ધોઈએ તેમ ધોઈ નાંખ્યો હતો, ત્યારે પ્રાપ્ત સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના વાસણા વિરતામાં પણ પતિ-પત્ની વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે, જેમા પત્ની દ્વારા પતિને કપડા ધોવાના ધોકાથી માર, મારવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં પને પતિને એ હદે માર માર્યો કે, પતિને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું અને સારવાર લેવી પડી છે. અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં રહેતા ડાયાબિટીસના દર્દીએ જેવા પતિએ બટાકાનું શાક ખાવાની ના પાડતા પત્નીને ગુસ્સામાં આવી ગઇ હતી અને પત્નીએ પતિને કપડા ધોવાના ધોકાથી ઝૂડી નાંખ્યો હતો. આ ઘટનામાં પત્નીએ એવો માર માર્યો કે પતિને ખભા પર ફેકચર થઇ ગયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત શુક્રવારે રાત્રે પતિએ પોતાની પત્નીને પૂછ્યું હતું કે, જમવામાં શું બનાવ્યું છે, તો પત્નીએ કહ્યું હતું કે, બયકાનું શાક અને રોટલી બનાવી છે. આ સાંભળતાં પતિએ કહ્યું હતું કે, તને ખબર છે કે મને ડાયાબિટિસ છે અને શરીર માટે બટાકા સારા નથી તો પણ તે બનાવ્યા છે પત્નીને આ ન ગમ્યું અને તે પતિને અપશબ્દો બોલવા લાગી હતી અને બન્ને વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો હતો, જોકે બોલાચાલી ઉગ્ર થઈ જતા પત્ની ગુસ્સામાં આવી ગઈ હતી. અને બાથરૂમમાંથી કપડા ધોવાનો ધોકો લઈ આવી અને પતિને માર મારવા લાગી હતી. આ દરમિયાન પતિ મોટેથી બૂમો પાડતા તેના પરિવારના અન્ય સભ્યો ધરમાં આવ્યાં અને તેને આ બધામાંથી બચાવ્યો હતો અને સારવાર માટે વી.એસ હોસ્પિટલ લઈ ગયા હતા. આ અંગે પતિએ પત્ની વિરુદ્ધ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.