આજની યુવા પેઢીને સહનશક્તિ હવે રહી નથી, જેટલી જ સગવડો એટલી જ અગવાડો છે, ત્યારે પહેલાના જમાનામાં કોઈ છોકરી સાથે વાત કરવી હોય તો વિચાર કરવો પડતો, આજે ફ્રેન્ડ તો વોટ્સએપ ગ્રૂપમાં પણ ઢગલાબંધ થઈ ગયા છે. ત્યારે અમદાવાદમા રોજબરોજ અનેક કિસ્સાઓ નોંધાય છે. ત્યારે મુવીઝ બાદ પતિ પત્નીનું ફિલ્મ નું નાટક હોય તેમ પોલીસ સ્ટેશન સુધી ઝઘડો લંબાઈ ગયો છે, ત્યારે વધુ એક કિસ્સો પતિ પત્નીનો ઝઘડો પોલીસ સ્ટેશનમાં પહોચ્યો છે. પતિએ પત્નીને થિએટર બહાર બધાની સામે એક પછી એક એમ ચાર જેટલી તમાચા ચોળી દેતા પત્નીએ અમદાવાદ વસ્ત્રાપુરર પોલીસ સ્ટેશનમાં પતિ સાથે ફરિયાદ નોંધાવી છે.
રિપોર્ટ અનુસાર અમદાવાદના બોડકદેવમાં રહેતા એક યુવકે બહેતી બ્રિજ વિસ્તારમાં રહેતી 25 વર્ષની યુવતીની સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પ્રેમલગ્ન કર્યા પછી યુવતી અભ્યાસ કરતી હોવાથી તે પોતાના પિતાના ઘરે જ રહેતી હતી. પતિ પત્ની ક્યારેક સાથે ફરવા પણ જતા હતા. સોમવારે સાંજના સમયે બને પતી.પત્ની અમદાવાદના સફળ મોન્ડીલ રીટલ પાર્કમા એલા મલ્ટીપ્લેક્સમાં મૂવી જોવા માટે ગયા હતા.
મૂવીમાં ઈન્ટરવલ પડયો ત્યારે પત્ની પતિને મોબાઈલ આપીને વોશરૂમ ગઈ હતી. પત્નીને ગેરહાજરીના પતિએ મોબાઈલની વોટ્સએપ ચેટ ચેકિંગ કરતા પત્નીના મીત્ર સાથે વાતચીત કરતી હોવાનું જાણવા મળ્યું હતું. તેથી પતિ પત્નીને થિએટરની બહાર લઇ ગયો અને મોબાઈલમાં ચેટીંગ બતાવીને આની સાથે વાત કેમ કરે છે તેવું કહીને પત્નીને એક પછી એક વાર તમાચા ચોળી દીધા હતા. તમાચા માર્યા બાદ પતિ પત્નીને છોડીને જતો રહ્યો હતો. પત્નીને ચક્કર આવતા તે રીક્ષામાં બેસીને પોતાના ઘરે જતી રહી હતી અને ત્યારબાદ પતિએ માર માર્યો હોવાની વાત તેણે પરિવારના સભ્યોને કરી હતી. દીકરીની વાત સાંભળીને પરિવારજનોએ દીકરીના પતિ સામે અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં અવારનવાર પતિ-પત્નીના ઝઘડાની કિસ્સા પોલીસ સ્ટેશનમાં પહેંચે છે. થોડા દિવસ પહેલા જ પતિએ ઘરમાં CCTV કેમેરા લગાવવા બાબતે થયેલા ઝાડામાં પતિએ પત્નીને માર મારતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.