અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ,પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં ટી.પી.રસ્તાઓ ખુલ્લા કરવાની, અન-અધિકૃત બાંધકામો તથા જાહેરમાર્ગ પરના દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરાઇ .લાંભામાં ટી.પી.સ્કીમ અમલીકરણ અંતર્ગત જાહેરમાર્ગ ખુલ્લા કરવાની કામગીરીના ભાગરૂપે ઇલે.વોર્ડ લાંભામાં સમાવિષ્ટ ટી.પી.સ્કીમ નં.૫૬ માં નારોલ સર્કલ થી લાંભા ટર્નીંગ થઇ સદાની ધાબી સુધીના ૩૦.૦૦ મી. પહોળાઈના ટી.પી. રસ્તામાં આવતા / રોડમાં કપાત થતા અંદાજીત ૧૫૦૦૦ ચો.ફુટ ક્ષેત્રફળ ધરાવતા ૦૮ કોમર્શિયલ તથા ઓટલા એક્ષટેન્શન તથા નડતરરુપ લૂઝ દબાણો ૦૨- જે.સી.બી મશીન, ૦૨-બ્રેકર મશીન, ૦૨-જનરેટર મશીન, દબાણ ગાડી તથા ખાનગી મજુરોની મદદથી દૂર કરી ૨૦૦ મી લંબાઈનો જાહેરરસ્તો ખુલ્લો કરવામાં આવેલ છે.દક્ષિણ ઝોનમાં સમાવિષ્ટ બી.આર.ટી.એસ.રૂટ તેમજ જુદા જુદા જાહેરમાર્ગો અને તેની ફુટપાથ ઉપર જાહેર જનતા તથા ટ્રાફીકને અવર જવરમાં નડતરરુપ ૦૩ નંગ લારી તથા ૧૮ નંગ પરચુરણ માલસામાન / લૂઝ દબાણો ગોડાઉન ખાતે જમા કરાવી જાહેરમાર્ગો ખુલ્લા કરવામાં આવેલ છે તેમજ અન-અધિકૃત રીતે પ્રદર્શિત કરેલ જાહેરાતના ૧૭ નંગ બોર્ડ | બેનર્સ વિગેરે દર કરવામાં આવેલ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોન હદ વિસ્તારમાં ટી.પી. રસ્તા પરના દબાણ / જંક્શન પરના દબાણ / મ્યુનિ.રીઝર્વ પ્લોટમાં થયેલ દબાણ / બિન-પરવાનગીના બાંધકામો દુર કરવા સંબંધિત કામગીરીની ઝુંબેશના ભાગરૂપે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી(પૂર્વ ઝોન) ની રાહબરી/માર્ગદર્શન હેઠળ આજ રોજ જાહેર રસ્તાઓ ઉપર ગંદકી ન કરવા બાબતે જાહેર જનતાને રોડ ઉપર કચરો ન ફેંકવા સમજૂતી આપવાની ઝુંબેશ હાથ ધરેલ છે. જે અંતર્ગત દરેક સબ-ઝોનલ કચેરીની હદમાં કામગીરી કરેલ છે. જેમાં નિકોલ વોર્ડમાં કઠવાડા સી.એલ. સરસ્વતી સ્કુલની સામે કઠવાડા સરકારી હોસ્પિટલ થી ઓઢવ એસ.પી.રીંગ રોડ સુધીના ટી.પી.રસ્તા પરથી ૧૭-નંગ શેડ તથા ૩૨-નંગ ઓટલા પૂર્વ ઝોનના એસ્ટેટ અને નગર વિકાસ ખાતાનો તમામ સ્ટાફ, દબાણ વાન, ખાનગી મજૂરો, જે.સી.બી. મશીન દ્રારા અમલવારી કરી તોડી પાડેલ છે.
અમરાઈવાડી વોર્ડમાં હરભોળા સોસાયટીની સામે ને.હા.નં.૮ આગળ ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ નં.૨૭(અમરાઈવાડી ત્રીજા ફેરફાર) માં ૧૮.૦૦ મી.ના ડ્રાફટ ટી.પી.રસ્તા પૈકીની ૧૦૦ મી. લંબાઇના કુલ-૧૮૦૦ ચો.મી.ની ખુલ્લી જગ્યાનું તથા ૧૨.૦૦ મી.ના ડ્રાફ્ટ ટી.પી.રસ્તા પૈકીની ૧૪૦ મી. લંબાઇના કુલ-૧૬૮૦ ચો.મી. જગ્યાનું પૂર્વ ઝોનના એસ્ટેટ અને નગર વિકાસ ખાતાનો તમામ સ્ટાફ, દબાણ વાન, ખાનગી મજૂરો, જે.સી.બી. મશીન દ્રારા અમલવારી કરી, ટીપી.રસ્તાનું પઝેશન મેળવેલ છે.
ગોમતીપુર વોર્ડમાં ગોમતીપુર ફાયર સ્ટેશન થી બી.આર.ટી.એસ. રોડ સુધીના ટી.પી.રસ્તાની બંને સાઇડ પરથી ૦૯-નંગ શેડ તથા ૩૫-નંગ ઓટલા/પગથીયા પૂર્વ ઝોનના એસ્ટેટ અને નગર વિકાસ ખાતાનો તમામ સ્ટાફ, દબાણ વાન, ખાનગી મજૂરો, જે.સી.બી. મશીન દ્રારા અમલવારી કરી તોડી પાડેલ છે. બી.આર.ટી.એસ. રૂટ પરના દબાણો હટાવવા આજ રોજ દબાણ ડ્રાઈવનું આયોજન કરેલ. જેમાં પૂર્વ ઝોન હદ વિસ્તારમાં આવતા બી.આર.ટી.એસ. રૂટ (૧) સારંગપુર બ્રીજ થી બાર્સેલોના સર્કલ તથા (૨) ઠક્કર બાપાનગર ચાર રસ્તા થી જશોદાનગર ચાર રસ્તા સુધીના બંને સાઈડની કોરીડોર પરથી ૦૪-નંગ કોર્મશિયલ શેડ દુર કરેલ છે તથા ૦૨-નંગ લારી, ૨૫-નંગ બોર્ડ/બેનર તથા ૬૦-નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરેલ છે. તેમજ ૦૪-નંગ વાહનોને લોક મારી રૂ.૨૦૦૦/- વહીવટી ચાર્જ વસુલ કરેલ છે.રામોલ-હાથીજણ વોર્ડમાં ૦૩-નંગ કોર્મશિયલ શેડ દુર કરેલ છે તથા ૦૩-નંગ લારી, ૩૫-નંગ બોર્ડ તથા ૬૧-નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરેલ છે અને ૦૪-નંગ વાહનોને લોક મારી રૂ.૪૦૦૦/- વહીવટી ચાર્જ વસુલ કરેલ છે.વિરાટનગર વોર્ડમાં ૦૪-નંગ કોર્મશિયલ શેડ દુર કરેલ છે તથા ૦૧-નંગ લારી, ૧૦-નંગ બોર્ડ તથા ૨૧-નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરેલ છે અને ૦૬-નંગ વાહનોને લોક મારી રૂ.૨૦૦૦/- વહીવટી ચાર્જ વસુલ કરેલ છે. > નિકોલ વોર્ડમાં ૦૮–નંગ વાહનોને લોક મારી રૂ.૩૦૦૦/- વહીવટી યાર્જ વસુલ કરેલ છે.અમરાઇવાડી વોર્ડમાં ૦૪-નંગ વાહનોને લોક મારી રૂ.૧૨૦૦/- વહીવટી ચાર્જ વસુલ કરેલ છે. – ઓઢવ વોર્ડમાં ૦૫-નંગ વાહનોને લોક મારી રૂ.૨૦૦૦/- વહીવટી ચાર્જ વસુલ કરેલ છે.
વસ્ત્રાલ વોર્ડમાં ૦૫-નંગ વાહનોને લોક મારી રૂ.૨૦૦૦/- વહીવટી ચાર્જ વસુલ કરેલ છે. આમ, મળી પૂર્વ ઝોનમાં ૩૬-નંગ વાહનોને લોક મારી કુલ-૧૬૨૦૦/- વહીવટી ચાર્જ વસુલ કરેલ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોન હદ વિસ્તારમાં જાહેર રોડ પરનાં દબાણ/જં કશન પરના દબાણ તથા ટ્રાફિકમાં તથા રાહદારીઓને અડચણરૂપ થતા દબાણો દૂર કરવાની તથા જાહેર રોડ ઉપર સ્વચ્છતાની ઝુંબેશના ભાગરૂપે ઉત્તર પશ્ચિમ ઝોનનાં એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા ડે.મ્યુનિકમિશનર (ઉત્તર પશ્ચિમ ઝોન)ની માર્ગદર્શન હેઠળ આજ તા.૧૨/૧૦/૨૦૨૩ના રોજ ઉત્તર પશ્ચિમ ઝોન વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી ભાગરૂપે રત્નાપાર્ક થી પ્રભાત ચોક થી ચાણક્યપૂરી બ્રીજ થઇ ડમરૂ સર્કલ થી કારગીલ પેટ્રોપપંપ થઇ હાઇકોર્ટ થી સોલા ભાગવત સુધી તથા (B) કેશવબાગથી માનસી સર્કલથી જજીસ બંગલો થી પકવાન ચાર રસ્તા તથા (C) ઇસ્કોન ચાર રસ્તા થી ગોતા ચાર રસ્તા થઇ વૈષ્ણોદેવી સર્કલ બંને બાજુ ટ્રાફિક પોલીસ સાથે રાખીને સધન ડ્રાઈવ કરવામાં આવેલ છે. પ્રભાત ચોક ચાર રસ્તા, ડમરૂ ચાર રસ્તા, જજીસ બગલો ચાર રસ્તા તથા પકવાન ચાર રસ્તા પરથી દબાણ દુર કરેલ તેમજ બિનઅધિકૃત પાર્ક થતી રીક્ષાઓ દુર કરવામાં આવેલ છે.નામ.હાઇકોર્ટ સમક્ષ થયેલ PIL-૧૭૦/૨૦૧૭ અંતર્ગત રસ્તા પરનાં લુઝ દબાણ તેમજ વ્હીકલો લોક કર્યા આશરે વહીવટી ચાર્જ પેટે રૂ.૨૧૫૦૦/- વસુલ કરવામાં આવેલ છે. ડેપ્યુટી મ્યુનીકમીશનરના આદેશ અનુસાર ઓન ગોઇંગ સાઈટ ઉપર ગ્રીન નેટ તથા સેફટી નેટ તેમજ બેરીકેટર ન હોવાના સંદર્ભે ત્રણ દિવસમાં કુલ-૭૨ સાઈટોને નોટીસ આપવામાં જે પૈકી બે દિવસમાં રૂ.૫,૫૦,૦૦૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે સદર બાબતની કાર્યવાહી હાલમાં ચાલુ છે.આમ ઉત્તર પશ્ચિમ ઝોન હદ વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી દરમ્યાન લારી નંગ-૮, બોર્ડ/બેનર-૯૬ નંગ તેમજ ૨૦-રસ્તા ઉપર પાર્ક કરેલ વાહનોને લોક મારેલ તથા અન્ય સાધન સામગ્રી આશરે નંગ-૪૩ દબાણ ગાડીમાં ભરી સિધું ભવન દબાણ ગોડાઉનમાં જમા કરાવવામાં આવેલ છે.