અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન હદ વિસ્તારમાં ટી.પી. રસ્તા ખુલ્લા કરવા ટી.પી. રસ્તા પરના દબાણો મ્યુનિ.રીઝર્વ પ્લોટમાં થયેલ દબાણો બીનપરવાનગીના બાંધકામો દુર કરવા સંબંધિત કામગીરીની ઝુંબેશના ભાગ રુપે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરશ્રી (પશ્ચિમ ઝોન)ની રાહબરી માર્ગદર્શન હેઠળ નામ.હાઇકોર્ટ સમક્ષ થયેલ પી.આઇ.એલ. નં. ૧૭૦/૨૦૧૭ અંતર્ગત રસ્તા પરના લુઝ દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.ગોલ્ડન ટ્રાએંગલથી સ્ટેડિયમ ચાર રસ્તાથી સ્વસ્તિક ચાર રસ્તાથી પંચવટી પાંચ રસ્તાથી પરિમલ ગાર્ડનથી અંડર પાસ થઇ રેલ્વે લાઇન સુધીના જાહેર રસ્તા ઉપર તથા ગોલ્ડન ટ્રાએંગલથી સરદાર પટેલ સ્ટેચ્યુ થઇ નારણપુરા ચાર રસ્તા થઇ અંકુર ચાર રસ્તા થઇ શાસ્ત્રીનગર ચાર રસ્તા સુધી પશ્ચિમ ઝોન એસ્ટેટનગર વિકાસ ખાતાના તમામ સ્ટાફ દ્વારા દબાણ વાન અને દબાણ મજુરોની મદદથી ૨-નંગ લારીઓ દુર કરેલ ઉપાડેલ, ૪-નંગ વાસવડી તાડપત્રી, ૪-નંગ બોર્ડ બેનર, ૧૨-નંગ પરચુરણ સામાન જપ્ત કરેલ છે. તેમજ જાહેર રસ્તા ઉપર ટ્રાફીકની અવર-જવરને નડતરૂપ અને બિનઅધિકૃત રીતે પાર્કીંગ થતા કુલ-૮ વાહનોને ખાનગી માલીકીની જગ્યામાં સુવ્યવસ્થિત રીતે પાર્કીંગ કરાવેલ છે.
• વોર્ડ-સાબરમતીમાં પાવર હાઉસથી ટોલનાકા થઇ મોટેરા સ્ટેડિયમ વી.વી.આઇ.પી. પર દબાણ રાઉન્ડ લઇ, ૩-નંગ લારી, ૨-નંગ બોર્ડબેનર, ૧૨-નંગ પરચુરણ સામાન જપ્ત કરેલ છે. તથા ૨-નંગ કાચા છાપરા દુર કરી ૫૦-ચો.મી. જગ્યા ખુલ્લી કરેલ છે.
વોર્ડ-વાસણામાં એ.પી.એમ.સી. ક્રોસ રોડ પરના જાહેર રસ્તા પર ઉભારહી ટ્રક ટેમ્પોમાં ઇંટો રેતી રાખી વેચાણ કરતાં વાહનોનાં દબાણો દુર કરી જાહેર રસ્તો ટ્રાફીકની અવર-જવર માટે ખુલ્લો કરેલ છે. તેમજ વિશાલાથી શાસ્ત્રીબ્રીજ સુધીના રોડ પરથી ૨૮-નંગ કાચા-પાકા ઝુંપડાઓ દુર કરી ૩૦૦-ચો.મી. જગ્યા ખુલ્લી કરેલ છે.
• વોર્ડ-નારણપુરામાં પારસ નગર એપાર્ટમેન્ટ પાસે જાહેર રોડ/ફુટપાથ પર પાર્ક કરેલ ૩-વ્હીકલને લોક મારેલ છે. તેમજ એ.ઇ.સી. ચાર રસ્તાથી વિવેકાનંદ સર્કલ સુધીના રોડ પરથી ૧૮-નંગ પરચુરણ સામાન જપ્ત કરી ટી.પી. રોડ ખુલ્લો કરેલ છે.
• વોર્ડ-નવા વાડજ તથા રાણીપમાં એસ.વી. સ્કવેર, બલોલનગર ચાર રસ્તા, નવા વાડજ થી ૩-નંગ લારી, ૭-નંગ પરચુરણ સામાન જપ્ત કરેલ છે.
• પશ્ચિમ જાહેર ખબર વિભાગ દ્વારા નવરંગપુરા, પાલડી, વાસણા, નારણપુરા વિસ્તારમાંથી બિનપરવાનગીના ૬૨-કીયોસ્ક બોર્ડ દુર કરવામાં આવેલ છે.વોર્ડ-નવરંગપુરામાં રાજ્ય કર વેરા ભવન આશ્રમ રોડ પાસે, એન.સી.સી. સર્કલ, હેપીસ્ટ્રીટ, પરીમલ ચાર રસ્તા થી ૪-નંગ લારી, ૧-ટેમ્પો, ૧- લોખંડનું કાઉન્ટર, ૨-લાકડાના ટેબલ જપ્ત કરેલ છે તથા ૪-કાચા શેડ દુર દરી અંદાજીત ૪૦-ચો.મી. ફુટપાથ ખુલ્લી કરેલ છે.