૩૦૦ થી વધુ પ્રતિનિધિઓની વચ્ચે હૈદરાબાદ ખાત યોજાઈ દક્ષિણ રાજયોની સહકારી વિકાસ પરિષદ :ટેકનોલોજી નૂતનઅભિગમ સહકારની સફળતાની સીડી : દિલીપ સંઘાણી
ટેકનોલોજીનો ઉપયોગ કરો, નવીન અભિગમ અપનાવો દેશની અર્થ વ્યવસ્થા સુધારવા સહકાર પાસે અપેક્ષા
અમદાવાદ
દેશના યશસ્વિ વડાપ્રધાન મોદી અને સહકાર મત્રી શાહ ની સહકાર નીતી ભારતની અર્થવ્યવસ્થાને ૫ ટ્રીલીયન ડોલર બનાવવા તરફ દોરી જાય અને આ સહકારી પ્રવૃતિમા દક્ષિણના રાજયોની ઉત્સાહપૂર્વકની સામેલગીરી સહકાર થી સમૃધ્ધિ” ને વેગ આપશે તેમ આજે હૈદરાબાદ ખાતે નેશનલ કો-ઓપરેટીવ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજીત સહકારી વિશ્વાસ પર દક્ષિણ રાજયોની પરિષદમા બોલતા તેલગાના રાજયપાલ પડચેરીના લેનન્ટન્ટ ગર્વનર ડો.તિમિલિયાઈ સરાજન અને રાષ્ટ્યિ સહકારી આગેવાન દિલીપ સઘાણીએ જણાવ્યુ હતુ. સઘાણીએ વધુમા જણાવ્યુ કે, સહકારી સસ્થાઓએ તેમની ટેકનીકલ અને નવિનતા ક્ષમતાને વધારવી પડશે જેથી વડાપ્રધાનના કાર્યક્ષેત્રને પરિપુર્ણ કરી શકાય.
‘સહકાર દ્વારા સમૃધ્ધિ” ના સુત્રનો અમલ કરી શકાય છે. આ કોન્ફરન્સમા આધપ્રદેશ, તામીલનાડ, કર્ણાટક, તેલંગાણા, કરા પડચેરી જેવા દક્ષિણ પ્રદેશના રાજયોમાથી સહકારી પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. લેફનટન્ટ ગર્વનર ડો.તમિલિસાઈ સુદરરાજનએ સહકારી શિક્ષણ પર તાલીમ કાર્યક્રમો અને ક્ષેત્રીય પ્રોજેકટ દ્વારા ભારતમા ખેડુતો–કારીગરોને સશકત બનાવવાના નેશનલ કો.ઓપરેટીવ યુનિયન (NCUI )ના પ્રયાસોની પ્રશસા કરી.
તમિલનાડુના પ્રસિધ્ધ કવિ અને સિહી ત તિરૂવરને યાદ કરીને ભારપૂર્વક જણાવ્યું કે સહકારી ફિલસુફીએ સદીઓથી ભારતમા પ્રચલીત જુની પ્રથા છે તેમણે માન.વડાપ્રધાનના સહકાર થી સમૃધ્ધિ વિઝનને સાકાર કરવા ટેકનોલોજી અને નવિન અભિગમો દ્વારા સહકારી સંસ્થાઓની ક્ષમતા નિર્માણની જરૂરીયાત પર ભાર મુકયો હતો. ભારતને પાચ ટ્રીલીયન ડોલરની અર્ધવ્યવસ્થા બનાવવા માટે સહકારી ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવી પડશે. દિલીપ સંધાણી પ્રેસિડેન્ટ નેશનલ કો.ઓપરેટીવ યુનિયન ઓફ ઈન્ડિયાને દેશમા સહકારી સસ્થાઓને છેલ્લા ત્રણ વર્ષમા વિવિધ પહેલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ કોન્ફરન્સમા સમય અને હાજરી આપવા બદલ રાજયપાલે દિલીપ સઘાણીનો આભાર માન્યો હતો અને નેશનલ કો ઓપરેટીવ ઓફ ઇન્ડિયાની વિવિધ પ્રવૃતિઓ જેવી કે શિક્ષણ અને તાલીમ, પ્રાથમિક મડળીઓના ઉત્પાદનોના માર્કેટીંગ માટે એનસીયુઆઈ હાર્ટ નો પ્રચાર વગેરે પર પ્રકાશ પાડયો હતો. એક અલગ સહકાર મત્રાલય બનાવવા અને મત્રાલયનુ નેતૃત્વ કરવા માટે અમિત શાહ જેવા અનુભવી સહકારી નેતાની નિમણૂક કરવા બદલ વડાપ્રધાનનો પણ આભાર માનવામા આવ્યો હતો.નાફસ્કોબ અને તેલગાણા રાજય સહકારી બેંકના ચેરમેન કે.રવિન્દ્ર રાવે તેલગાણા રાજયના વિવિધ સગઠનો સાથે સહયોગ માટે ભારતના રાષ્ટ્રીય સહકારી સધના પ્રયાસોની પ્રશસા કરી અને તલગાણા રાજય સહકારી સઘ દ્વારા શિક્ષણ અને તાલીમ પ્રણાલીને મજબુત કરવા માટે ભારતના રાષ્ટ્રીય સહકારી સઘ પાસેથી સમર્થન માગ્યુ. ડો.સુધિર મહાજન સમાજના જરૂરીયાતમદ વર્ગોને ટેકો આપવા માટે સહકારી ઓળખને પ્રોત્સાહન આપવા માટે સહકારી સસ્થાઓને પ્રેરણા આપશે. તેમને તૈલગાણા સ્ટેટ કો.ઓપ.બેંક, એપેક્ષ બેંક અને તેલગાણા સહકારી યુનિયનોના પ્રમુખો, મેનેજીંગ ડીરેકટરો અને અધિકારીઓએ કાર્યક્રમનુ સફળતાપુર્વક આયોજન કરવામા મદદબન્યા હતા. આ તકે નેલગાણા રાજય સહકારી માર્કેટીંગ ફેડરેશનના પ્રમુખ રમેશકુમાર બગા, અર્બન કો.ઓપરેટીવ બેકના પ્રમુખ આર. રામચદ્રન સહિત વિવિધ રાજયો માથી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા .