” રમશે બાળક ખીલશે બાળક”, ગૃહ મંત્રી અમિત શાહે બાળકો સાથે મનોરંજનની પળો માણી

Spread the love

ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં ” રમશે બાળક ખીલશે બાળક” અભિયાન અંતર્ગત આંગણવાડીના બાળકો માટે સમયાંતરે મનોરંજન પ્રવાસનું આયોજન


————


નાના ભૂલકાઓ સાથે સંવાદ – મનોરંજન પ્રવૃતિઓમાં સહભાગી થઈ આનંદ વ્યક્ત કરતા શ્રી અમિતભાઇ શાહ
————-

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ આંગણવાડીના બાળકો માટેના મનોરંજન પ્રવાસ અંતર્ગત સરખેજ ગાંધીનગર હાઇવે પર આવેલ ફન બ્લાસ્ટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર સંસદીય ક્ષેત્રના ઉપક્રમે ” રમશે બાળક ખીલશે બાળક” ઉમદા અભિયાન શરૂ કરાયેલ છે. આ અભિયાન અન્વયે બિન વપરાશી રમકડાં એકત્ર કરી આંગણવાડી અને ઘર વપરાશમાં રમવા ભૂલકાઓને આપવામાં આવે છે. ગરીબ બાળકના જીવનમાંથી અસંતોષ દૂર થાય અને તેમના ચહેરા પર હાસ્ય રેલાવી શકાય તેવા માનવીય સંવેદના સાથેના આ અભિયાન માટે અગાઉ શ્રી શાહે અપીલ કરી હતી. આ અપીલ અનુસંધાને પ્રત્યેક મહિનાના બીજા અને ચોથા શનિવારે લોકસભામાં સમાવિષ્ટ વિભિન્ન વિધાનસભા ક્ષેત્રોની આંગણવાડીના બાળકો માટે મનોરંજન પ્રવાસ યોજવામાં આવી રહ્યા છે.

આ અભિયાન હેઠળ જ શાંતિબા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અને કુસુમબા ફાઉન્ડેશન પ્રેરિત મનોરંજન પ્રવાસ સાણંદ તાલુકાની આંગણવાડીના બાળકો માટે યોજાયો હતો. આ પ્રસંગે શ્રી શાહે ઉપસ્થિતિ રહી નાના ભૂલકાઓ સાથે સંવાદ કર્યો હતો તેમજ મનોરંજન પ્રવૃતિઓમાં પણ ભૂલકાઓને સાથે રાખી સહભાગી થઈ રમકડાઓનું પણ વિતરણ કર્યું હતું. ગાંધીનગર સંસદીય ક્ષેત્રના ઉપક્રમે યોજાયેલા આ મનોરંજન પ્રવાસ આંગણવાડીના ભુલકાઓએ મન ભરીને માણ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *