સાસુ-સાસરની રાખો કેર વહુને મળશે 5100 કેશ

Spread the love

 

સાસુ-વહુની ખટપટના કિસ્સાઓ અવારનવાર સાંભળવા મળે છે. તેવામાં હરિયાણાના એક ગામમાં અનોખુ અભિયાન શરૂ કરવામાં આવ્યું  છે જેની પાછળનું લક્ષ્ય આ 3 હજારની વસ્તીવાળા ગામની મહિલાઓને પોતાના સાસુ-સસરાનું ધ્યાન રાખવા માટે પ્રેરિત કરવાનું છે. તેના અંતર્ગત સાસુ-સસરાની સારસંભાળ કરનાર મહિલાઓને દર વર્ષે 15મી ઓગસ્ટે 5100 રૂપિયાના રોકડ ઇનામથી સન્માનિત કરવામાં આવશે.

આ અભિયાનની શરૂઆત આ વર્ષ 15 ઓગસ્ટે કરવામાં આવી છે. આ વર્ષ 50 વર્ષીય પુષ્પા સૈનીને પથારીવશ પોતાની સાસુને વર્ષો સુધી સેવા કરવા માટે રોકડ રકમથી સન્માનીત કરવામાં આવી છે. ગામના સરપંચ કમલેશ રાનીએ જણાવ્યુ કે આ એવોર્ડ મહિલાઓને ખાસ કરીને યુવા પેઢીને પોતા સાસુ-સસરાનું ધ્યાન રાખવા માટે પ્રેરિત કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે. જો કે રસપ્રદ વાત એ છે કે હિસ્સા જિલ્લાના સબ ડિવિઝન અંતર્ગત આવતા જગ્ગા બર્રા ગામની પંચાયતે ફક્ત મહિલાઓ અને તેમની જવાબદારી પર ફૉકસ કર્યુ છે અને પુરુષોને તેમના માતા-પિતા અથના સાસુ-સસરાનું ધ્યાન રાખવા માટે આ અભિયાનમાં કંઇ કરવામાં નથી આવ્યુ. હંસી સબ ડિવિઝનમાં આવેલા આ ગામમાં શહેરની નજીક હોવાના કારણે શિક્ષણ સ્તર ઉચુ છે પરંતુ સૈની અને ગુર્જરની વધુ વસ્તી ધરાવતા આ ગામમાં સામાજિક નિયમ-કાયદા હજુ પણ જૂનવાણી છે. હરિયાણાના પૂર્વ સિંચાઇ અથવા ઉર્જા મંત્રી અટર સિંહ સૈની પણ આ ગામના છે. જેના દાદા જગ્ગામલ સૈનીના નામે આ ગામનું નામકરણ થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com