ઈઝારાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ હવે આકરા વળાંક પર છે. ઈઝરાયેલ આ સંઘર્ષમાં હવે આર કે પારના મૂડમાં છે. ઈઝરાયેલે નાગરિકોને ગાઝાપટ્ટી ખાલી કરવા માટે 3 કલાકનો સમય આપ્યો છે. IDFએ કહ્યું કે નાગરિકોને ઉત્તરી ગાઝાથી દક્ષિણ તરફ જવા માટે 3 કલાકનો સમય છે.IDFએ કહ્યું, ‘અમે તમને જણાવવા માંગીએ છીએ કે IDF આ રૂટ પર સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી કોઈ હુમલો કરશે નહીં.
તમારી અને તમારા પરિવારની સલામતી મહત્વપૂર્ણ છે. કૃપા કરીને અમારી દિશાઓ અનુસરો અને દક્ષિણ તરફ જાઓ. નિશ્ચિંત રહો, હમાસના નેતાઓએ પહેલેથી જ તેમની અને તેમના પરિવારોની સલામતીની ખાતરી કરી છે.
જેરુસલેમ પોસ્ટના અહેવાલ મુજબ, ઈરાની નેતા હમાસ અને પેલેસ્ટિનિયન લોકોના લક્ષ્યોને હાંસલ કરવામાં સહયોગ કરવા માટે સંમત થયા હતા. ગાઝા પટ્ટીમાં હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આ વાત સામે આવી છે. દક્ષિણ ઈઝરાયેલ પર હમાસના હુમલા બાદ ઈરાની અધિકારીઓ સાથે હનીહની આ પ્રથમ સત્તાવાર બેઠક હતી.