દેશમાં કોરોના વાયરસના પગલે તમામ મોટાભાગના ધાંધણી કેડ ભાંગી ગઈ છે, ત્યારે રિયલ એસ્ટેટના ધંધામાં લોકડાઉન બાદ મજૂરો મળતા નથી, અને લાખો મકાનો હાલપણ વહેચાયેલા પડી રહ્યા છે, ત્યારે ઑક્સીજન રૂપ પ્રાણ પૂરવા નાણાંમંત્રીને ભલામણ કરવા ચેમ્બર્સ ઓફ કોમર્સ ધ્વારા કમર કસી છે, અને ચેમ્બરના કાર્યવાહક પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં રીયલ એસ્ટેટ સેક્ટરમાં વેચાણ સ્થગિત થઇ જવાથી આર્થિક સમસ્યા ઉભી થવા પામી છે જેથી મોરેટોરિયમની મુદત તા. 31 માર્ચ 2021 સુધી લંબાવવા, સરળતાથી લોન મળે તેવું આયોજન કરવાની રજૂઆત કરી છે | જો યોગ્ય નિર્ણય નહીં લેવાશે તે પ્રોજેક્ટ અધૂરા રહેશે અને તેના કારણે ઘર ખરીદનાર, બિલ્ડર્સ તમામને નુકશાન થશે. આ ઉપરાંત કેપીટલ ગેઇન્સ ટેક્સની કલમ 54 હેઠળ માત્ર ઘર માટેના રોકાણને મુક્તિપાત્ર ગણવામાં આવે છે તેના બદલે કોર્મશીયલ મિલકતના રોકાણને પણ કરમુક્ત કરવામાં આવે તો રીયલ એસ્ટેટ ક્ષેત્રે મૂડી રોકાણ વધશે રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં મૂડીને ફરતી કરવા ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 23 (5) હેઠળ ભાડે નહીં અપાયેલી મિલકતોનું ભાડુ ગણી તેને નેશનલ ઇન્કમ ગણવાની જે જોગવાઇ લાગુ કરવામાં આવી છે તેને હંગામી ધોરણે પડતી મુકવાની પણ માંગ કરવામાં આવી છે.