ગુજરાતનું શહેર અમદાવાદ ઘણા જ સમસ્યાઓથી સર્જાયેલું છે, ત્યારે અગાઉ બનેલા બનાવના કારણે પોલીસ અત્યારથી ચોકનની થઈ ગઈ છે, ત્યારે નવા વસાયેલા કમિશ્નર એવા સંજય શ્રીવાસ્તવ ધ્વારા બહાર પડેલા પરિપત્રમાં અગાઉ અમદાવાદ શહેરમાં બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને સરકારી ઓફિસ બાર આ ઉપરાંત જાહેર પર્યટક સ્થળો પર ટુ વ્હીલર બને ફોર વ્હીલર, બેટરીથી ચાલતા ટુ વ્હીલરમાં બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હોવાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે 15 ઓગસ્ટને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે, અમદાવાદ શહેરમાં બેટરીથી ચાલતા ટુ વ્હીલર કે, સાયકલ ખરીદનાર ગ્રાહકોએ તેમનો કોઈ પણ આધાર પુરાવો આપવો પડશે. આધાર પુરાવામાં ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, આધારકાર્ડ ચુંટણીકાર્ડ આપી શકશે. આ સાથે વસ્તુના બદલામાં વેપારીએ પણ ગ્રાહકને ફરજિયાત બિલ આપવું પડશે. આ નિયમ 15 ઓગસ્ટથી 60 દિવસ એટલે કે, 13 ઓકટોબર સુધી અમલમાં રહેશે. પોલીસ કમિશનરે જાહેરનામું એવું પણ જણાવ્યું છે કે, ગ્રાહક બેટરીથી ચાલતા ટુ વહીલર વાહનોની ખરીદી કરે તો બિલમાં દુકાનદારે ખરીદનારનું પૂરું નામ, સરનામું મોબાઈલ નંબર જેવી વિગતો લખવાની રહેશે. આ ઉપરાંત બિલમાં સાયકલ અથવા સ્કુટરની ફ્રેમ કલર પણ લખવો.
આરોપીઑ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે અન્ય સીમકાર્ડ દુરુપયોગ કરવા બાબતે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામામાં જણાવ્યું છે કે, મોબાઇલના સિમ કાર્ડ વેચનાર દુકાનદારે સીમકાર્ડ ખરીદનારના રહેઠાણનો પુરાવો અને ઝેરોક્ષ ફરજિયાત પણે એના પાસે રાખવી પડશે. આ ઉપરાંત દુકાનદારે એ એક્સેલ સીટ બનાવીને સીમકાર્ડ ખરીદનારની માહિતી એક્સેલ સીટમાં પણ સાચવી રાખવી પડશે અને જો કોઈ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે જાહેરનામા ભંગની કલમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ જ્યારે IB દ્વારા અમદાવાદમાં એલર્ટ આપવામાં આવ્યું તે ચારે તત્કાલિન પોલીસ કમિશનર આશિષ ભાટિયા દ્વારા પણ આ પ્રકારનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું અને તમામ સાઇકલ કે બેટરીથી ચાલતા વાહનનું વેચાણ કરતાં વેપારીઓને ગ્રાહકો પાસેથી ખોળખ પુરાવા લેવાની અને બિલ આપવાનું જણાવવામાં આવ્યું હતું.