રાજ્યમાં બધી જ નગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેનની નિમણૂક થઈ ગઈ, પણ ચૂંટણી મોડી યોજાતા ય્ત્ન-૧૮ ખાતે એપ્રિલમાં પૂર્ણ થાય છે, ત્યારે અનેક નેતાઓથી લઈને મહિલાનગર સેવકોના પતિઓએ વાઘા સીવડાવી દીધા છે, હાલ પ્રદેશ કક્ષાએ નવી નિમણૂકનો દોર આવી રહ્યો છે, ત્યારે ય્ત્ન-૧૮ ખાતેથી બે વ્યક્તિનું નામ પણ પ્રદેશ લેવલે ટોપ ઉપર બોલાય છે, અને પ્રદેશની ટીમમાં સમાવેશ થાય તેવી શક્યતા છે, હાલ તો ગરબાની રમઝટમાં બધે નગર સેવકો હાજરી પુરાવીને વ્હાલી વ્હાલી કરી રહ્યા છે, કે અમારી ભલામણ એમએલએ કરજાે ત્યારે હાલ બે એમએલએ મહાનગરપાલિકાને લાગે છે, ય્ત્ન-૧૮ ઉત્તર અને દક્ષિણ ત્યારે પોતપોતાની રીતે શોગઠા ભલે ગોઠવતા હોય પણ જે પ્રદેશની નેતાગીરી છે, તે બધી બાઝ નજર રાખી રહી છે, ઘણા નગરસેવકોને કોણીય ગોળ લગાવી દીધો છે, કે તમારું નામ જ સૂચન કરીશું બાકી મેયર ડેપ્યુટી મેયર ચેરમેનની ખુરશી એક જ છે, હાલ મહિલા નગર સેવક માંથી મેયર જનરલ સીટ આવે છે, પણ ઓબીસી ને જે અનામત આપ્યું તેમાં જે પરિપત્ર જાે ચાર મહિનામાં થઈ ગયો તો ઓબીસી મેયર મહિલા આવે તો નવાઈ નહીં શક્યતા વધુ ઓબીસીની છે,
શહેરમાં ગરબાની મોસમ ખીલી છે, એટલે વ્હાલા દવલાની નીતિ અખભાર કરીને ઘણા નગરસેવકો હાજરી પુરાવા જાય છે, બાકી લક્ષ્ય તો હોદ્દેદાર બનવાનું છે, શહેરમાં રોડ રસ્તા તૂટી ગયા છે, ગટરના ઢાંકણા નીકળી ગયા છે, પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા માંડ ગણ્યા ગાઠ્યા નગરસેવકો દોડી રહ્યા છે, કામ પ્રજાના થતા નથી, ત્યારે આ રેકોર્ડ તપાસવાની ઉચ્ચ કક્ષાએ જરૂર છે, પ્રજાના કામ થતા હોય અને ઉઘરાણી પઠાણી કામની કરતા હોય તેવા નગરસેવકોને હોદ્દેદારમાં સમાવેશ કરવામાં આવે તેવી પ્રજા પણ ઈચ્છી રહી છે, બાકી હાલ મોટાભાગના નગરસેવકોને ગરબાના પાસ થી ત્રસ્ત થતાએરોપ્લેન મોડમાં ફોનમોડ કરી દીધો છે,