ગુજરાતમાં સરકારની તિજાેરી છલોછલ ભરાઈ જાય, પણ સરકાર દ્વારા નિમણૂકમાં ગતિવિધિ તેજ ન કરતા સરકારને પણ આવક સ્ટોપ થઈ ગઈ જેવો ઘાટ છે ત્યારે ભેળસેળીયાઓની બેલગામ બન્યા છે, સ્ટાફનો ખૂબ જ મોટો અભાવ છે, ત્યારે ગાંધીનગરમાંથી બધા ભલે પરિપત્ર, હુકમો, ઠરાવો, આદેશો અને ગુજરાતનો જમાદાર પણ કહેવાય પણ કહેવત છે, કે ગામમાં ધણી ભલે ઘોંઘાટ કરતો હોય પણ ઘરમાં ન ચાલે ત્યારે એવી સ્થિતિ ગાંધીનગરની છે, ત્યારે ફુડ સેફ્ટી એપેલેટ ટીબ્યુનલ કોર્ટમાં પ્રીસાઇડિંગ ઓફિસરની મુદત પૂર્ણ થતા નવી નિમણૂક કે એક્સટેન્શન ન અપાતા હાલ ટ્રીબ્યુનલની કામગીરીતો સ્થગીત થઈ ગઈ છે, પણ હવે સરકારને પણ જે આવક થાય છે તે પણ બંધ થઈ ગઈ છે,
પ્રાપ્ત વિગતો અનુસાર જુના સચિવાલય ગાંધીનગર ખાતે આવેલ ફુડ સેફ્ટી એપેલેટ ટીબ્યુનલ માં પ્રીસાઇડિંગ ઓફિસરની મુદત પૂર્ણ થતા આજે દોઢ મહિનો જેટલો સમય થવા છતાં કોઈ નવી નિમણૂક આપવામાં ન આવતા ટ્રીબ્યુનલનું કામ ખોરંભે પડ્યું છે, ત્યારે અહીંયા લાખો રૂપિયાના દંડ થયેલ છે, જે સરકારની આવક સ્ત્રોત કહી શકાય, ત્યારે દિવાળી જેવા તહેવારોમાં બેફામ બન્યા છે, રોજબરોજ અખાદ્ય ચીજ વસ્તુઓ પકડાઈ રહી છે, ત્યારે ટિબ્યુનલમાં મુદત પે મુદત જેવો ઘાટ અને સરકારની આવક કોઈ અધિકારી હાજર ન હોવાથી સ્ટોપ થઈ ગઈ છે, ત્યારે આ સંદર્ભે ગંભીરતા લઈને ઝડપથી શક્ય હોય તેટલું ઝડપી નિમણૂક કરીને ટ્રીબ્યુનલનું કામ શરૂ થાય તે માટે લોકોમાં પણ માંગ ઉઠવા પામી છે.